અંબાજી ખાતે ભાદરવીની મીટીંગ હોય સંઘના પ્રતિનિધિ હોય મીડિયા હોય કવરેજ હોય પણ સન્માન માત્ર ભાદરવી સંઘના ટ્રસ્ટીઓ ધારે તેમનુ જ કરતા હોય, whatsapp ઉપર પત્રિકા મેકીને આમંત્રણ અપાય છે. જ્યારે પત્રકાર કવરેજ કરવા માટે આવે ત્યારે વચ્ચે ઊભા રહીને વિડીયો ઉતારે ત્યારે પાછળ બેસેલા સંઘના લોકો હટો હટો ની બૂમો પાડે છે.. પત્રકાર જ્યારે ત્યાંથી જવા નીકળે ત્યારે સંઘ વાળા ભૂલ સ્વીકારતા નથી અને કાર્યક્રમ ચાલુ રાખે છે.
કાર્યક્રમ પૂરો થયા બાદ હાજર મીડિયા કર્મીઓના નામ બોલાય છે અને જે પત્રકારો હાજર નથી તેમના પણ નામ બોલાય છે.. મંત્રી મીડિયા અને ઇન્ટરવ્યૂ આપીને જતા રહે છે બધા અધિકારી જતા રહે છે ત્યારબાદ સંઘ વાળા આવીને કહે છે બીજા મિત્રો આવી જાવ. મિડિયા ના અનેક જોડે પણ આવું થયું અને બીજા મીડિયા મિત્રો સાથે પણ આવું થયું. દરેક કાર્યક્રમ માં અલગ અલગ પત્રકારોના અપમાન કરવા માટે આ સંસ્થા ટેવાયેલી છે.
રિપોર્ટર અમિત પટેલ અંબાજી