યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમ મહા મેળાનો બીજો દિવસ છે. ત્યારે ગઈકાલે એક દિવસ મા અંબાજી મંદિરમાં બે લાખ થી વધુ માઇ ભક્તોએ માં જગતજનની અંબા ના દર્શન કર્યા હતા.
માં જગતજનની અંબાના ધામ અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. અંબાજીના તમામ માર્ગો માઇ ભક્તોથી ઉભરાયા છે તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ થી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું છે.
અંબાજી ના ચારે બાજુ હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો હાથોમાં ધજાઓ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે. અનેકો ભક્તો સંઘ સાથે પણ અંબાજી ધામમાં પહોંચી રહ્યા છે અને માં જગતજનની અંબા ના દર્શન કરી રહ્યા છે.
આજે ભાદરવી પૂનમનો બીજો દિવસ છે ત્યારે માં જગતજનની અંબા ના મંદિરમાં માઇ ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. માતાજી ની આરતી સવારે 6 કલાકે કરવામાં આવી હતી.
દર્શન પથ ની રેલીગો માઈ ભક્તોથી ઉભરાઈ રહી છે. અને માં જગતજનની અંબા ના ચાચર ચોકમાં પણ માઇ ભક્તોની ભારી ભીડ જોવા મળી રહી છે. મહા મેળાના પ્રથમ દિવસ ની અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દૈનિક રિપોર્ટ અનુસાર સાંજના 5:00 વાગ્યા સુધી 1,93,220 માઇ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા.
અને 1,68,250 મોહનથાળ પ્રસાદ ના પેકેટનું વિતરણ થયું હતું. ત્યારે ચીકી ના પેકેટ વિતરણ 1930 થયા હતા. તો ભક્તોએ 1000 ગ્રામ સોનાનું દાન કર્યું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી