Devotional

અંબાજી ગબ્બર તળેટી ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના વાઈસ ચાન્સેલર શ્રી કે.સી.પોરીયાના વરદ્દ હસ્તે યાત્રિકોની સુવિધા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરુ કરાયું

ગબ્બર ટોચ અંબાજી ખાતે વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી દ્વારા યાત્રિક સુવિધા, પ્રસાદ અને ભેટ ડોનેશન સેન્ટરનો  શુભારંભ કરાયો

શક્તિપીઠ અંબાજી અને ગબ્બર ખાતે ખુબ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે પધારે છે. ગબ્બર ખાતે આવતા દર્શનાર્થીઓને આકસ્મિક સંજોગોમાં પ્રાથમિક સારવાર મળી રહે  તે માટે આજ રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના વાઈસ ચાન્સલર શ્રી કે.સી.પોરીયાના વરદ્દ હસ્તે  યાત્રિકોની સુવિધા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. અહી યાત્રિકોને પ્રાથમિક દવાઓ અને સુવિધાઓ મળી રહેશે.

ગબ્બર ટોચ ખાતે માતાજીનો પ્રસાદ સરળતાથી પ્રાપ્ત થઇ શકે ઉપરાંત યાત્રિકો વિવિધ પ્રકારના દાન- ભેટ આપી શકે તે માટે આજ રોજ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી દ્વારા યાત્રિક સુવિધા, પ્રસાદ -ભેટ ડોનેશન સેન્ટરનો  શુભારંભ કરવામાં આવ્યો છે. દાતાશ્રીને દાન- ભેટ મળ્યા અંગેની કોમ્પ્યૂટરાઇઝડ પહોંચ આપવામાં આવશે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર…

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

અંબાજી દર્શન હવે વધુ સુલભ: પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધા મોબાઈલ…

1 of 26

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *