શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. જે ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ગુજરાત રાજ્યનુ સૌથી અંતિમ એસટી ડેપો છે.થોડા દિવસ બાદ 15મી ઓગસ્ટ પર્વ આવી રહ્યો છે, ત્યારે લોકોમાં દેશભાવના જળવાઈ રહે તે માટે તિરંગા વિતરણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે.
મુસાફર જનતામાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને સલામત સવારી એસ.ટી.અમારી સૂત્રને સાર્થક કરવામાં મુસાફરો પણ સહયોગ આપે એવા હેતુથી અંબાજી ડેપો ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી
તમામ સ્ટાફ અને કચેરીઓમાં તિરંગો લહેરાઈ ઉઠતાં અંબાજી ડેપો દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યુ.આ અભિયાન હેઠળ મુસાફર જનતાને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા. ડ્રાઈવર, કંડકટર અને ડેપોના કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લેવા ડેપો મેનેજર રઘુવીર સિંહ દ્વારા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
એસ.ટી ડેપોમા ગંદકી ન કરવી અને એસ.ટી. બસમાં સ્વચ્છતા જાળવવી એ પણ એક પ્રકારની દેશ સેવા છે એવી અપીલ સાથે મુસાફર જનતાને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો . આ અભિયાનમાં ડેપોના કર્મચારી મિત્રો સાથે મુસાફર જનતાએ પણ હાથમાં તિરંગો પકડી સેલ્ફી પડાવી આ કાર્યક્રમ માં અંબાજી કોલેજ ના NSS ના વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો, ભાજપ આદિજાતિ મોરચા પ્રદેશ મંત્રી અને અંબાજી ડેપો નો સ્ટાફ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ
અંબાજી પ્રહલાદ પૂજારી