bhavnagar

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને વન વિભાગના સૈયારા પ્રયાસોથી 10 ઓગસ્ટ ના દિવસે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત વલભીપુર તાલુકાની વિવિધ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી

વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે માધ્યમિક અને પ્રાથમિક શાળા દ્વારા સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

આજરોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી ભાવનગર જિલ્લા માં કરવામાં આવી છે ત્યારે વલભીપુર તાલુકાના પચ્છેગામ  ઉજવણીમાં બાળકો જોડાયા હતા

વિશ્વ સિંહ દિવસ પ્રસંગે વલભીપુર તાલુકાનાં પચ્છેગામ ખાતે કાર્યક્રમ યોજાયો. માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળા દ્વારા સાવજનાં ગૌરવ વ્યક્ત કરવાં સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે જોડાયાં હતાં. સિંહના મહોરા પહેરીને રેલી યોજાઇ હતી, જેમાં શિક્ષકોનું માર્ગદર્શન મળ્યું હતું

સિંહ રક્ષણ અને સંવર્ધન માટે લોકજાગૃતિ આવે તે માટે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે આપણા વલભીપુર તાલુકામાં પણ એક નર સિંહ અઢી વર્ષનો સમયગાળો પસાર કરી પરત પોતાના મુળ નિવાસ સ્થાન બાબરા તરફ પ્રયાણ કરેલ છે આમ દિવસે દિવસે સિંહનો વિસ્તાર વધતા તેના માટે લોક જાગૃતિ લાવવા આ દિવસે ઉજવણી કરવામાં આવે છે  રેન્જ ફોરેસ્ટ ઓફિસર કિશોરસિંહ બારડ વલભીપુર દ્વારા જણાવવામાં આવ્યું હતું

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને…

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર,…

ભાવનગર જિલ્લામાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે નવી તક: સિહોર નજીક અમરગઢની કોલેજ ઓફ ફિઝિયોથેરાપીને મળી માન્યતા

ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની મંજૂરીથી આરોગ્ય…

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ,…

1 of 87

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *