આજે પરશુરામ ભગવાન ની જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશમાં પરશુરામ મહાદેવ ની જન્મજયંતિ નિમિત્તે ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ મહાદેવ ની વિશેષ પૂજા અર્ચના કરી પરશુરામ મહાદેવ ને જન્મ જ્યંતી ની ઉજવણી હલ્લો ઉલ્લાસ થી મનાવી રહ્યા છે.
ત્યારે આજે શક્તિપીઠ અંબાજી ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે વિશાલ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભા યાત્રામાં પરશુરામ ભગવાન ના પાત્ર સાથે મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો અને પુરુષો જોડાયા હતા.
ડીજે સાથે આવ વિશાલ શોભાયાત્રા અંબાજીના વિવિધ માર્ગોથી પસાર થઈ હતી. ઠેર ઠેર જગ્યાએ આ વિશાલ શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
પરશુરામ જયંતિ નિમિત્તે આજે શક્તિપીઠ અંબાજી માં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો દ્વારા વિશાલ શોભાયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સાંજની સમયે ભગવાન પરશુરામ ના મંદિર પર મહા આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં પણ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો જોડાઈ ભગવાન પરશુરામને યાદ કરી પરશુરામ જયંતિ ની ઉજવણી કરશે.