Devotional

યાત્રાધામ અંબાજીમાં રાજકોટના દાતાશ્રી જયંતિભાઈ કેશવભાઈ પરસાણા પરિવાર દ્વારા સોના- ચાંદીના દાગીના, રોકડ સહીત રૂ. 10,26,372 નું દાન-ભેટ અર્પણ કરવામાં આવ્યું.

શક્તિપીઠ અંબાજી માં અંબાના ભક્તો અતૂટ શ્રદ્ધાથી દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજરોજ યોગિની એકાદશીના પાવન દિવસને તારીખ 22/06/2025ના રોજ રાજકોટના દાતાશ્રી જયંતીભાઈ કેશવભાઈ પરસાણા પરિવાર, તરફથી માતાજીના ચરણોમાં સોનાનો મુગટ-1, સોનાનું છત્ર-1, સોનાનો ટુકડો-1 જેનું કુલ વજન 70.16 ગ્રામ જેની કુલ રકમ રૂ.6,38,452/- તથા ચાંદીનું છત્ર નંગ-1 જેનું વજન 895 ગ્રામ જેની કુલ રકમ રૂ.85,920/- ના દાગીના મા અંબાના ચરણોમાં અર્પણ કરેલ છે .

ઉપરાંત શ્રી અંબિકા ભોજનાલય અન્નક્ષેત્રમાં રૂપિયા 3,02,000/- તિથિ ભોજન નિમિત્તે પણ દાન અર્પણ કરેલ છે.

આજના પાવન દિને દાતાશ્રી દ્વારા દાગીના તથા રોકડ સ્વરૂપે કુલ રૂપિયા 10,26,372/- નું કુલ દાન- ભેટ અર્પણ કરેલ છે.

દાતાશ્રી દ્વારા આજરોજ મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેકટર કચેરી ખાતે દાન આપવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા દાતાશ્રીને આવકારી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

અંબાજી દર્શન હવે વધુ સુલભ: પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધા મોબાઈલ…

અંબાજી ખાતે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય સમાપન: લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન-પ્રસાદનો લાભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી…

આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો થયો ભવ્ય પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *