જિલ્લા વહીવટતંત્ર અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગીત સંગીત, ગરબા, ભવાઈ, નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા “શક્તિ” ભારતની મંદિર પરંપરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ઉત્સવ શ્રેણી અંતર્ગત દેશની વિવિધ શક્તિપીઠોમાં ૯ થી ૧૭ એપ્રિલ ૨૦૨૪ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે તા. ૧૪ અને ૧૫ એપ્રિલ ૨૦૨૪ ના રોજ સાંજે ૦૭:૩૦ કલાકે જિલ્લા વહીવટીતંત્ર, બનાસકાંઠા, અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સહયોગથી શક્તિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ૧૪ એપ્રિલ ૨૦૨૪ના રોજ કંકણા બેનર્જી, પશ્ચિમ બંગાળ, હિન્દુસ્તાની ગીત – સંગીત,
નીનિશા નંદા, દિલ્હી, ઓડિસી નૃત્ય, મહાકાળી ભવાઈ મંડળ, ગુજરાત – ભવાઈ, પાંચાળ રાસ મંડળ, ગુજરાત, રાસ પ્રસ્તુતિ, અરવિંદ બારોટ, ગરબા ગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કરશે.
તા.૧૫ એપ્રિલ ૨૦૨૪ ના રોજ સાંજે ૦૭:૩૦ કલાકે રૂચિરા કેદાર, પુના, મહારાષ્ટ્ર, હિન્દુસ્તાની ગીત- સંગીત, દક્ષા મશરૂવાલા, મહારાષ્ટ્ર, ઓડિસી નૃત્ય, દ્વારકેશ ગોપાલક ગરબા ગ્રુપ ગુજરાત-ગરબા, ઘનશ્યામ મકવાણા ગ્રુપ- ગરબા ગીતનો કાર્યક્રમ યોજાશે એવું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક એસ. મોદીની અખબાર યાદીમાં જણાવેલ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી