Devotional

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

બાપુના વ્યાસાસને ત્રીજી રેલકથા યાત્રા
વેળાવદર ( તખુભાઈ સાંડસુર દ્વારા)

પૂ.મોરારીબાપુનો હંમેશા મંત્ર રહ્યો છે કે “ચરૈવૈતી ચરૈવૈતી” તેથી વ્યાસગાદી સમગ્ર વિશ્વમાં સત્ય પ્રેમને કરુણાનો સંદેશ લઈને જન સમુદાયમાં મૂલ્યોના વાવેતર માટે વિચરતી રહી છે. તેના ભાગરૂપે બાપુનો એક સંકલ્પ હતો કે ભારતના નકશામાં એક સ્વસ્તિક યાત્રાનું આયોજન કરીને વ્યાસપીઠ ભારતની તીર્થ ભૂમિની યાત્રા કરે.

આ સંકલ્પના પરિપાકરૂપે દક્ષિણથી ઉત્તર તરફની સ્વસ્તિક યાત્રાનું પ્રથમ ચરણ કન્યાકુમારીથી 10 ઓક્ટોબરના રોજ પ્રારંભ થવાનું છે. ભારતીય રેલ વિભાગના સહયોગથી અને સનાતન ધર્મ સેવા સંસ્થાન ઉદેપુરના મનોરથથી યોજાઈ રહેલી આ મંગલ અને પાવનકારી યાત્રા દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના કન્યાકુમારીથી આરંભ થશે.હિન્દુ ધર્મના અધ્યાત્મના શિખર મહાપુરુષ એવા સ્વામી વિવેકાનંદને અહીં મહાધ્યાનની અનૂભૂતિ થઈ હતી.

બાણાસુરનો વધ પણ અહીં થયાનું કહેવાય છે.તે સ્થળેથી આ કથા આરંભાશે.10 મી ઓક્ટોબર ના સવારે 11:00 કલાકે કન્યાકુમારીના રેલ્વે સ્ટેશન ખાતે ખાતે કથાનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં પૂ. મોરારિબાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી અને પોતાનો ભાવ વ્યક્ત કરશે.

તે જ દિવસે બપોર પછી કન્યાકુમારીના વિવેકાનંદ પરિસરમાં પ્રથમ દિવસની કથાનું ગાન થશે.રાત્રે ટ્રેન મારફતે કુલ 12 દિવસ ચાલનારી આ કથા યાત્રા પોતાના અલગ અલગ ગંતવ્ય સ્થાન તરફ ગતિ કરશે. 11મી એ કાલડી 12મીએ શૃંગેરી, 13 હંપી, 14 મી એ પંપા સરોવર,15 મે તુલજાપુર,16 મી ઓમકારેશ્વર, 17મી ઝાંસી, 18 મી મથુરા, 19 મી કુરુક્ષેત્ર, 20 મી વાઘા બોર્ડર, 21 મી જમ્મુ, 23 મીએ કેદારનાથમાં કથા વિરામ થશે.આ યાત્રા ભારતના કુલ 9 રાજ્યોમાંથી પસાર થશે.

આ દક્ષિણથી ઉત્તર છેડાનો પહેલો તબક્કો પુરો થયા બાદ તા 14/11 થી દ્વારકાથી પુરી એટલે કે પશ્ર્ચિમથી પુર્વનો બીજો મણકો યોજાશે.કથાના યાત્રિકોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા હોમગાર્ડઝ અને…

1 of 29

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *