વિદ્યાર્થીઓ ને પ્રોફેસર ની ભણાવવાની રીત ( મેથડ ) માં ખબર નહિ પડતી હોવા ને લીધે કરાઇ માંગણી…
પ્રોફેસર ની ભણવવા – સમજાવવા ની રીત માં ખ્યાલ ના પડતો હોવાના લીધે વિદ્યાર્થીઓને ભવિષ્ય નુકસાન થવાની ભીતી જણાવાઈ…..
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અંબાજી આર્ટસ & કોમર્સ કોલેજ ના વાણિજ્યિક વિભાગ માં એકાઉન્ટ પ્રોફેસર ને બદલવા એન.એસ.યુ.આઇ.સ્ટુડન્ટ યુનિયન દાંતા દ્વારા આજ રોજ વાણિજ્યિક વિભાગ ના પ્રિન્સીપાલ ડૉ.એચ.એસ.પટેલ સમક્ષ માંગણી કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ એ અંબાજી અને દાંતા સહિત ના આસ પાસ ના વિસ્તારો માંથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે ત્યારે અહી ભણતા વિદ્યાર્થીઓ માટે કોલેજ માં આર્ટસ અને કોમર્સ બન્ને ફેકલ્ટી ચલાવવા માં આવે છે.ત્યારે અહી ભણતા કોમર્સ વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સીપાલ સમક્ષ એકાઉન્ટ વિષય ના પ્રોફેસર ને બદલવા અંગે માંગ કરી હતી.
વિદ્યાર્થીઓ ના મત મુજબ નવા આવેલ એકાઉન્ટ પ્રોફેસર ની ભણવવાની રીત માં ખબર નહિ પડતી હોવાનું જણાવ્યું હતું.જે બાબતે અગાઉ પણ અનેક વખત પ્રિન્સીપાલ શ્રી સમક્ષ મૌખિક રીતે રજૂઆતો કરવા છતાં પણ એકાઉન્ટ વિષય ના પ્રોફેસર ને બદલવા અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો .આથી આજ રોજ એન.એસ.યુ.આઇ.દ્વારા વિદ્યાર્થીઓ સાથે પ્રિન્સીપાલ ની ઓફિસ માં લેખિત માં આવેદન પત્ર અપાયું હતું.જેમાં એકાઉન્ટ જેવા વિષય માં પ્રોફેસર ની ભણાવવાની રીત અંગે જો વિદ્યાર્થીઓ ને ખબર જ ના પડે તો તેના લીધે વિદ્યાર્થીઓ નું ભવિષ્ય માં નુકસાન થઈ શકે છે ત્યારે વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડાં ના કરી પ્રોફેસર ની બદલી વિદ્યાર્થીઓ ને યોગ્ય રીતે સમજાવી – ભણાવી શકે તેવા પ્રોફેસર મૂકવામાં આવે તેવી માંગ કરાઇ હતી.
વધુ માં કોલેજ મેનેજેમન્ટ દ્વારા જો પ્રોફેસર બદલવાની માંગ પૂરી નહિ કરાય તો એન.એસ.યુ.આઇ. અને વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ ને તાળાબંધી કરવા અંગે ની ચીમકી પણ એન.એસ.યુ.આઇ.પ્રમુખ દ્વારા અપાઈ હતી.
રિપોર્ટર… અમિત પટેલ અંબાજી