એબીએનએસ, વી.આર. પંચમહાલ: ગોધરા તાલુકાના હરિજાંબા પ્રાથમિક શાળા ખાતે આ ચાલુ વર્ષના ધોરણ 8 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે એસ.એમ.સી અધ્યક્ષ સ્મિતેશભાઈ પરમાર અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેક કાપી નવી શૈ.સફર માટે આશીર્વાદ સાથે વિદાયપત્ર, પુસ્તક અને શૈ.કીટ આપવામાં આવી.શાળાને ધોરણ આઠના વર્ગશિક્ષક દક્ષેશભાઈ પટેલ અને વિદ્યાર્થીઓએ શાળાને ઉપયોગી માઇક સેટ સ્ટેન્ડ ભેટ આપી હતી. ધોરણ 8 ના વિદ્યાર્થિઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આચાર્ય દિનેશભાઈ પરમાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
શાળા પરિવારના તમામ શિક્ષકમિત્રો.હિનાબેન,મીનાબેન, કપિલાબેન બીપીનભાઈ, સવિતાબેન, અપેક્ષાબેન, તુષારભાઇ દ્વારા તેમની આગળની શૈક્ષણિક સફર માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અંતે વિદાય ગીત સાથે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી કાર્યક્રમ સમાપન થયો હતો.