“વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું” : – પ્રફુલ પાનશેરીયા
▪ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના: 30,000 જગ્યાઓ
▪ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ: 9,475 જગ્યાઓ
▪ સ્વામી વિવેકાનંદ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ: 3,221 જગ્યાઓ
▪એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ: 2,427 જગ્યાઓ
▪રક્ષા શક્તિ સ્કૂલ્સ: 693 જગ્યાઓ
આમ, શિક્ષણ વર્ષ 2025-26 માટે કુલ 45,816 વિદ્યાર્થીઓને ન્યાયસંગત અને પારદર્શક પદ્ધતિથી રેસિડેન્શિયલ શાળાઓમાં પ્રવેશ કે સ્કોલરશીપ સહાય ફાળવવામાં આવી છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2023-24થી દર વર્ષે ધોરણ-5ના વિદ્યાર્થીઓ માટે CET નું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2025-26 માટે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી અંદાજે 6 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જોડાયા હતા.
કમિશ્નર શાળાઓની કચેરી અને સમગ્ર શિક્ષા દ્વારા વિકસાવવામાં આવેલ કોમન પોર્ટલ દ્વારા સમગ્ર પ્રક્રિયા પારદર્શક મેરીટ આધારિત રાખવામાં આવી છે.
આ યોજનાઓ વિદ્યાથીઓને માત્ર અભ્યાસની તક જ નહીં આપે, પરંતુ જીવનમાં આગળ વધવા માટે પણ એક મજબૂત પાયો પુરો પાડે છે.