અમરેલીને અનોખું અને ઉત્તમ શિક્ષણ આપવાની નેમ સાથે નવા સત્રથી ધોરણ1 થી 12ની શિક્ષણ સુવિધા સાથે લાઠી રોડ પર શરૂ થશે વિદ્યા સંકુલ
વિશાળ વિદ્યા સંકુલમાં હોસ્ટેલ ઉપરાંત સ્પોર્ટ્સ સંકુલ, સ્કીલ સ્કૂલ, વૈદિક શાળા, ફીઝીકલ ટ્રેનિંગ એકેડમી સહિતની અનેક અનેક સુવિધાઓ હશે
અમરેલી
અમરેલીનું વિદ્યાર્થી જગત ઉચ્ચ ગુણવત્તાયુકત અભ્યાસ મેળવવા માટે બહાર જઈ રહ્યું છે અને તેમાં પણ યુવા પેઢી અમરેલી બહાર ભણીને બહાર જ રહી જાય છે તેનો લાભ અમરેલી જિલ્લાને મળતો નથી ત્યારે પાયાથી જ ઉચ્ચ ગુણવત્તા વાળું કરિયરલક્ષી અને સંસ્કારલક્ષી શિક્ષણ ઘર આંગણે જ મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે અમરેલીમાં લાઠી રોડ પર નિત્યમ વિદ્યા સંકુલનો પ્રારંભ થઈ રહ્યો છે. ભવિષ્યમાં કોલેજ અને યુનિવર્સિટી અભ્યાસક્રમો શરૂ કરવાની પ્રતિબદ્ધતા સાથે વિશાળ પરિસરમાં આ સંસ્થાની શરૂઆત આગામી નવા સત્રથી એટલે કે જૂન મહિનાથી ધોરણ 1થી 12ના અભ્યાસક્રમ સાથે થશે. 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવનાર અમરેલીના જાણીતા શિક્ષણવિદ હસમુખભાઈ પટેલ આ સંસ્થાનું સુકાન સંભાળી રહ્યા છે ત્યારે શિક્ષણ સમીક્ષકો માની રહ્યા છે કે અમરેલીના શિક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.
નિત્યમ વિદ્યાસંકુલ તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ સંસ્થામાં બાલ મંદિરથી ધો.૧૨ (આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને મિશ્રમાધ્યમ) સુધીના અભ્યાસક્રમ હાલ શરુ થશે. આ વિશાળ શિક્ષણ સંકુલમાં ધો.૫ થી ૧૨ ધોરણ સુધીના છાત્રો માટે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની સુવિધા પણ કરવામાં આવી છે. અભ્યાસ માટે હાફ ડે સ્કૂલ – સવારપાળી, કુલ ડે સ્કૂલ વગેરે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
શાળાના છાત્રોને ધોરણ 4થી જ જવાહર નવોદય પરીક્ષા તાલીમનો લાભ પણ મળશે. આ વિદ્યા સંકુલમાં વૈદિક પાઠશાળાની એક અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં ભારત દેશની આવનારી પેઢી કરિયરલક્ષી શિક્ષણ સાથે સંસ્કૃતિ અને સંસ્કારના પાઠ પણ ભણશે.
આ સાથે સંકુલમાં સ્કૂલ ફોર એકસલન્સ એટલે કે સાધારણ અને સ્લો લર્નર બાળકો માટે સ્પેશિયલ સ્કૂલ તેમજ સ્પોર્ટ્સ સ્કૂલ, સ્કીલ સ્કૂલનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીના રસ અને રૂચિ પ્રમાણેના વિષયનું ટ્રેનીંગ સેન્ટર તથા ફિઝિકલ ટ્રેનીંગ એકેડેમીનો પણ સમાવેશ થાય છે. ધો.૧૨ પછી જાહેર પરીક્ષાની તૈયારી કરતા ભાઇઓ બહેનો માટે હોસ્ટેલ – લાયબ્રેરી – કલાસિસ સહીતની વ્યવસ્થા પણ આ વિદ્યાસંકુલમાં કરવામાં આવી છે. આ સંકુલનું ફીનું ધોરણ સામાન્ય અને મધ્યમ વર્ગને પોસાય તે પ્રકારનું રાખવામાં આવ્યું છે તેમ સંકુલ તરફથી જણાવાયું છે.
અભ્યાસ સલગ્ન અનેક સુવિધાઓ હશે નિત્યમ વિદ્યાસંકુલમાં
સાપ્રત સમયની આધુનિક શિક્ષણ વ્યવસ્થા સાથે તાલ મેળવી શકે તેવા નાગરીકો તૈયાર કરવા માટેનો એક અલગ જ અભ્યાસક્રમ નિત્યમ વિદ્યા સંકુલમાં પ્રાપ્ત થશે. સનાતન વૈદિક સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા સાથેનું સંસ્કાર પ્રદાન કરતી શિક્ષણ પ્રણાલિથી શિક્ષણકાર્ય થશે. કોઇપણ જાતના પબ્લિકેશન કે બિનજરૂરી પુસ્તકો વગરનું અને ભાર વિનાનું ભણતર આ સંકુલમાં પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓમાં રહેલ ક્ષમતાઓના સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા માપન અને તે અનુરૂપ શિક્ષણકાર્યની ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની વયકક્ષા અને અભ્યાસક્રમને લગતા પુસ્તકો સાથેનું પુસ્તકાલય પણ હશે. ડિઝીટલ સ્માર્ટ કલાસરૂમ, ઇન્ટરનેટયુક્ત કોમ્પ્યુટર લેબ, ફીઝીકસ લેબ, કેમેસ્ટ્રી લેબ, બાયોલોજી લેબ અને અટલ ટીંકરિંગ લેબ, ડી&ટી (ડીઝાઇન એન્ડ ટેકનોલોજી) લેબ સહિતની અનેક સુવિધાઓ આ વિદ્યા સંકુલમાં હશે. ડિઝીટલ એપ્લીકેશનના માધ્યમથી સ્ટુડન્ટસ, પેરેન્ટસ, ટીચર્સ અને મેનેજમેન્ટનું પારદર્શક સંયોજન પણ કરવામાં આવ્યું છે. પરફોર્મીંગ આર્ટ્સ (નાટક, સંગીત, નૃત્ય) તથા તમામ ધોરણમાં નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન કોર્ષ પણ આ વિદ્યા સંકુલમાં પ્રાપ્ત છે.
આધુનિક સુવિધાઓ સાથેની હોસ્ટેલ અને સ્પેશિયલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ
આ વિદ્યાસંકુલમાં હોસ્ટેલ ફેસેલીટીમાં પ્રિમીયમ બોર્ડીંગ હોસ્ટેલ, સંપૂર્ણ હવા ઉજાસ સાથે ફોર શેરીંગ અને સીકસ શેરીંગ રૂમ વિથ એટેચ ટોયલેટ બાથરૂમ સાથેની સુવિધા હશે.
આયુર્વેદ પ્રમાણે ઉત્તમ આહાર પ્રણાલી સાથેનું ભોજન મેનુ, રાત્રિ ટ્યુશન કલાસીસ, સાધારણ બાળકો માટે સ્પેશીયલ કોચીંગ વ્યવસ્થા, નાઇટ સ્પોર્ટ્સ માટેના તમામ સુવિધાયુક્ત ગ્રાઉન્ડ, પી.પી.એસ. (પેરેન્ટસ પ્રોવાઇડ સીસ્ટમ)ના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓની અંગત દેખરેખ, આરોગ્ય અને તબીબી સાર સંભાળ વગેરેની પણ અનોખી અને ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
યુવાધનને બહાર જતું અટકાવવા અમરેલીને શિક્ષણ હબ બનાવવાની નેમ
મને નાનપણથી જ એક સપનું હતું કે અનોખી અને ઉત્તમ સુવિધા સાથેની મારી પોતાની એક શિક્ષણ સંસ્થા હોય. પ્રથમથી જ આદર્શ શિક્ષણ મારા હૃદયમાં વસે છે અને તેથી જ મેં પ્રાથમિક શાળાથી ઉચ્ચ શિક્ષણ સુધીના ક્લાસમાં પણ શિક્ષણ કાર્ય કર્યું છે અને ગામડે ગામડે જઈને પ્રૌઢ શિક્ષણ યાત્રામાં પણ હું જોડાયું છું.
જાણીતી શિક્ષણ સંસ્થામાં કામ કરવાની પણ મને તક મળી છે કે જેમાં મેં અનેક શિક્ષણવિદોને પણ તક આપી છે. ભારતે શિક્ષણ ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે અને આવનારી પેઢીને ભારતીય મૂલ્યો સાથે કરિયરલક્ષી શિક્ષણ આપવામાં હજુ અનેક શક્યતાઓને તાગવાની છે ત્યારે અમરેલીના યુવાધનને અને વિદ્યાર્થી ધનને શિક્ષણ માટે અને રોજગાર માટે બહાર જતું અટકાવવા માટે અને અમરેલી જિલ્લાનો વિકાસ કરવા માટે તેમજ અમરેલીને ગુજરાતનું અને ભારતભરનું શિક્ષણ હબ બનાવવાની નેમ સાથે મેં નિત્યમ વિદ્યા સંકુલની શરૂઆત કરી છે.
હસમુખ પટેલ, ફાઉન્ડર/ચારમેન, નિત્યમ વિદ્યાસંકુલ, અમરેલી