Education

SBI વલ્લભીપુર શાખાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી

વલ્લભીપુરમાં તા. ૮
SBI વલ્લભીપુર શાખાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી નિમિતે એમઆર.દવે ગર્લ્સ હાઇસ્કુલમાં કાર્યક્રમનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત SBI ભાવનગર રિજિયનલનાં સહાયક મહા પ્રબંધક માતા પ્રસાદજી, મુખ્ય પ્રબંધક અનિલકુમાર, RACC સિહોરનાં મુખ્ય પ્રબંધક નિલમકુંવરબા ઝાલા, પ્રબંધક હિતેન્દ્રસિંહ, પ્રબંધક રતનદાસ વૈષ્ણવજી, ક્ષેત્રિય પ્રબંધક કનકસિંહ પરમાર, યોગેશ મીના, SBI ધોળાનાં પ્રબંધક વિભુમ બિશનોઈ, વલભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ વલ્લભભાઈ કાંબડ, બ્રહ્મકુમારી પ્રાપ્તિબેન, સરકારી હાઇસ્કૂલ આચાર્ય મહેતા માયાબેન, આચાર્ય હરેશભાઈ ચૌહાણ, શિક્ષક દિપાલીબેન પટેલ, શિક્ષક નીતાબેન તથા બહોળી સંખ્યામાં વિર્ધાથીનીઓ અને બહેનોએ હાજરી આપી હતી.

આ આયોજન અંતર્ગત SBI દ્વારા વિવિધ મહિલાઓને તથા સખી મંડળોને કુલ રૂપિયા 94,00,000.00 ની લોન મંજૂરીનાં ચેક અર્પણ કર્યા હતાં. આ સિવાય વિર્ધાથીની ઓને વિવિધ ક્ષેત્રે સફળતા મેળવવા બદલ પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી આર્ટસ & કોમર્સ કોલેજ ખાતે એન.એસ.યુ.આઈ. દાંતા દ્વારા એકાઉન્ટ પ્રોફેસર ને બદલવા આવેદન પત્ર અપાયું…

વિદ્યાર્થીઓ ને પ્રોફેસર ની ભણાવવાની રીત ( મેથડ ) માં ખબર નહિ પડતી હોવા ને લીધે…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *