એબીએનએસ, પાટણ :. પાટણ જિલ્લાની કેન્દ્રીય વિદ્યાલય ના નવીન મકાનમાં શરૂ કરવા માટે રાજ્યસભાના સાંસદને રજૂઆત કરવામાં આવી છે.પાટણ જિલ્લો અંતરિયાળ અને ખેતીવાડી અને પશુપાલન ઉપર લખતો જિલ્લો છે
અને આ જિલ્લામાં સરકાર દ્વારા કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના અને શરૂઆત પાટણ શહેરના કે કે ગર્લ્સ હાઇસ્કુલ માં શરૂ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ શાળાનું નવીન બિલ્ડીંગ સરસ્વતી તાલુકામાં ચોરમાપુરા ખાતે નવીન બનાવવામાં આવેલ છે
તેથી બાળકોને દરેક પ્રકારની સુવિધાઓ રહેવા તથા અભ્યાસ સાથે રમતગમત સાથે બાળકો કુદરતી વાતાવરણમાં અને શાંત જગ્યાએ અભ્યાસ સાથે પોતાની દરેક શક્તિનો ઉજાસ સાથે વિકાસ થાય તે હેતુસર આ નવીન બિલ્ડીંગ અને શાળા બનાવવામાં આવેલ છે.આ શાળાની શરૂઆત થી આજદિન સુધી આ શાળા આ વિસ્તારમાં આવેલ એક અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં ભાડેથી ચલાવવામાં આવે છે
આ નવીન બિલ્ડીંગ પાછળ સરકારે આશરે 20 કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ પણ કરેલ છે પરંતુ આ નવીન બિલ્ડિંગમાં બાળકોને પ્રવેશ આપવામાં આવેલ નથી અને આ બિલ્ડિંગના રસ્તા વચ્ચે એક પાણીની કેનાલ આવેલ છે અને તેના ઉપર પાકું નાળુ પણ બનાવવામાં આવેલ છે પરંતુ કેટલીક સરકારી આંટી ધુટી અને પરવાનગી નહીં આપવાના કારણે
આ મકાનની આજે આશરે અઢી વર્ષ જેટલો સમય પણ થઈ ગયેલ છે.જેને લઈને પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્ય સભાના સંસદ મયંકભાઇ નાયક દ્વારા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લેખિત રજૂઆત કરાવી છે.