ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠા સીટના ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીને ટિકિટ અપાયા બાદ આજે અંબાજી ખાતે ગુરુજી કી વાટીકા મા સ્નેહ મિલન કાર્યક્ર્મ નીયત સમય કરતા 1 કલાક મોડો શરૂ થયો હતો અને જયારે રેખાબેન ચૌધરી અને પ્રભારી અંબાજી આવ્યા ત્યારે સ્ટેજ પર સન્માન ને લઇને પ્રશ્ન ઊભા થયા હતા, દાંતા સીટના પ્રભારી પ્રવિણસિંહ રાણા જયારે સ્ટેજ પર બોલવા ઊભા થયા,ત્યારે તેમને અંબાજી ધામને નગરપાલિકા બનાવવાની વાત કરી હતી ત્યારે હાજર મીડીયાકર્મી ચોંકી ઊઠ્યા હતા.
25 જાન્યુઆરી 2019 ના દીવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જૂની કોલેજ મા જાહેરાત કરી હતી અંબાજી ઓથોરિટી ની. ગુજરાતમા 2 ઓથોરીટી પૈકી 1 કેવડીયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) અને 2 અંબાજી ખાતે જ ઓથોરીટી બનવાની છે ત્યારે આજે 2024 લોકસભા ચૂંટણીમાં ઓથોરિટી ની જ્ગ્યાએ નગર પાલિકા બોલીને બફાટ કર્યો હતો.
:- મિડીયા દ્વારા ભાજપ ના કાર્યક્ર્મ નો બહિષ્કાર કરાયો :-
રેખાબેન ચૌધરીની પ્રથમ યાદીમાં જાહેરાત થતા તેઓ સાંજે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા ત્યારે મીડિયા કર્મી સાથે તેમની સાથે રહેલા લોકોએ ખરાબ વર્તન કર્યું હતું અને આજે પણ અંબાજી ખાતે ગુરુજી વાટીકા મા પ્રભારી અને કેટલાક લોકો દ્વારા બાઈટ માટે માઈક કાઢતા ઉમેદવાર રેખાબેન ને ગાડીમાં બેસવાનું કહેતા હાજર તમામ મિડીયાકર્મીઓ બહાર નીકળી ગયા હતા
:- ચુંટણી સમયે પ્રભારીએ દાંતા અને અંબાજીમા સપના બતાવ્યા :-
લોકસભા ચૂંટણી આવે ત્યારે નેતાઓ દ્રારા વોટ લેવા માટે અલગ અલગ જાહેરાતો કરાતી હોય છે પરંતુ ખોટી જાહેરાતો કરીને લોકોને ક્યાં સુધી ઉલ્લુ બનાવી શકાય, દાંતા ખાતે પણ પ્રવીણસિંહ રાણા દ્વારા દાંતા ના સ્નેહ મિલન કાર્યક્ર્મ મા બફાટ કરાયો હતો કે દાંતા ને નગરપાલિકા બનાવીશું
અંબાજી પ્રહલાદ પૂજારી