Latest

આણંદ ખાતે મહિલા દિનની ઉજવણી કરાઈ

વિવિધ રમત ક્ષેત્રે નામના મેળવનાર દિકરીઓનું સન્માન કરાયું

આણંદ, ગુરૂવાર :: આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ઉપક્રમે  પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ, સાંગોળપુરા, આણંદ ખાતેના કાર્યક્રમમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ દીકરીઓને ભણાવવા પર ખાસ ભાર મૂકીને દીકરી ભણી ગણીને આગળ વધશે તો ગામ અને સમાજનું નામ રોશન કરશે તેમ જણાવી પોતાના પરીવારનું દ્રષ્ટાંત આપી મારી બન્ને બહેનોને મારા પિતાએ શિક્ષણ આપ્યું હોઇ હાલમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ નિભાવી રહી છે તેમ જણાવી શિક્ષણનું મહત્વ શું છે અને દીકરીઓને કેમ શિક્ષણ આપવું જોઈએ તે વિશે સૌને માહિતગાર કરી દિકરીઓને શિક્ષિત બનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સૌ દીકરીઓ અને મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છા પાઠવી હતી તથા વિવિધ રમતોમાં નામના મેળવનાર વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રી માનસીબેન મહિડા, નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રી નીપાબેન પટેલ, જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ શ્રી આશાબેન દલાલના હસ્તે ખેલ મહાકુંભમાં વિજેતા બનેલ લાભાર્થીઓ, કલા મહાકુંભના વિવિધ ક્ષેત્રમાં વિજેતા થયેલા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વહાલી દિકરી યોજના ના મંજૂરી હુકમનો પણ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જેમને ત્યાં દીકરીનો જન્મ થયો છે તેવી દીકરીઓની માતાઓને દીકરી વધામણા કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત બેઝ બોલ, સોફ્ટ બોલ, આર્ચરી, જુડો, અંડર ૧૯ ની દીકરીઓને ટ્રેકસૂટનું વિતરણ પણ આ તબક્કે કરવામાં આવ્યું હતું.તેજસ્વિની બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી તથા બાલિકા સરપંચ  સહિત દીકરીઓને સન્માનવામાં આવી હતી.

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આ તબક્કે વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી કચેરીના કર્મીઓ સહિત મોટી સંખ્યામાં દિકરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *