રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્રારા રાજકોટ શહેરમાં જાહેરસભા યોજવામાં આવેલ હતી.જે સભામાં પુરૂષોતમ રૂપાલા દ્રારા રાજપૂત સમાજને છાજે નહી અને સમાજની ગરીમા અને નારીશકિતનું જાહેરમાં અપમાન કર્યુ હતુ.જે નિવેદનને લઈ ગુજરાત તેમજ અન્ય રાજયોના રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે.
વધુમાં, પુરૂષોતમ રૂપાલા દ્રારા ક્ષત્રિય રાજપૂતોના ભવ્ય અને ગરિમાપૂર્ણ ઈતિહાસને લજવતા પાયાવિહોણી વાતનો બફાટ અને વાણી વિલાસ કરીને સમગ્ર દેશમાં રાજપૂત સમાજની લાગણી દુભાવી છે હતી.જેમાં અત્રેના દાંતા તાલુકામાં વસતા તમામ રાજપૂત સમાજે આજે આ બાબતે રોષ વ્યકત કરી તમામ રાજપૂત સમાજ દ્વારા પુરૂષોતમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા તથા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ.
:- સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજે વિરોધ કર્યો છે :-
પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી બાદ મામલો સમગ્ર ગુજરાતમાં વિવાદ બહાર આવતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા બે વખત માફી માગવામાં આવી હતી પરંતુ ક્ષત્રિય સમાજ હજુ સુધી પુરુષોત્તમ રૂપાલા ને માફ કરવા લાયક નથી અને રાજકોટ ઉમેદવાર તરીકેની ટિકિટ તેની રદ કરવા સાથે ગામેગામ વિરોધ કરાઈ રહ્યો છે ।
રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી