Crime

એલસીબી પોલીસ ની કાર્યવાહી, કુવારસી ગામ ના એક રહેઠાણ મકાનમાંથી કિંમત 69,385/- નો દેશી અને વિદેશી દારૂ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો એક બોર્ડર વિસ્તાર ધરાવતો તાલુકો છે. રાજસ્થાન માંથી અનેકો પ્રતિબંધિત વસ્તુઓ સહિત દારૂ ની હેરાફેરી આ બોર્ડર વિસ્તારમાંથી અવારનવાર થતી હોય છે. જેને રોકવા માટે બોર્ડર વિસ્તારોમાં પોલીસ ની તૈનાતી કરવામાં આવેલી છે. તો સાથે સાથે એલસીબી પોલીસ પણ અનેકો ગુનાહિત પ્રવૃત્તિ ને રોકવા માટે પોતાની ફરજ નિભાવી રહી છે. ત્યારે ગઈકાલે એલસીબી પોલીસ પાલનપુર દ્વારા અંબાજી નજીક આવેલા કુવારસી મુકામે થી એક રહેઠાણ મકાનમાંથી દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એલ.સી.બી પોલીસ સ્ટાફ ના માણસો હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી હકિકત આધારે કુંવારશી ગામે રહેતા કીરીટભાઈ ઉર્ફે ઈકુડો કાળાભાઈ પારધી પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/ બીયર તથા દેશી મદીરાની પેટીઓ નંગ.23 બોટલ નંગ-525 જે કિંમત 69,385/- નો મુદ્દામાલ પકડી પાડી આરોપી કીરીટભાઈ ઉર્ફે ઈકુડો સ/ઓ કાળાભાઈ પારધી રહેવાસી કુવારશી તા.દાંતા વિરૂધ્ધ મા પ્રોહીબીશન એક્ટ મુજબ હડાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રીપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *