EntertainmentLocal IssuesOther

ભાવનગર નુ સંગીતક્ષેત્ર મા વધુ એક આશાસ્પદ ઉભરતુ નામ “આશા પ્રજાપતિ “

સતત સંઘર્ષ કરી સફળતા ને સાર્થક કરવા રીતસર દૌડ મૂકનાર ગાયિકા આશા અનેક એવોર્ડ મેળવી ચૂકી છે.

કાઠીયાવાડ પ્રદેશ એટલે એક થી એક ચડિયાતી પ્રતીભાઓનો પ્રદેશ,અહીં ઉભરતી પ્રતીભાઓ નો કોઈ પાર નથી,આવી જ એક ઉભરતી પ્રતિભા છે મૂળ ભાવનગર માં રહેતી ગાયિકા આશા સરવૈયા

આશા નો જન્મ ૧૯-૬-૧૯૮૭ ના રોજ ભાવનગર ના પ્રજાપતિ પરિવાર માં થયો હતો.પિતા જયસુખ ભાઈ અને માતા ગૌરીબેન એ આશા ને લાડકોડ થી ઉછેરી હતી.નાનપણ થી જ આશાને ગાવા નો શોખ હતો પોતે ઘરે એકલી એકલી ગીત ગાઈ ને સંગીત માં મગ્ન થઇ જતી હતી.આશા એ M.A.BED સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરેલો છે
આશા ને સંગીત માં રુચિ હોવાથી ૧૨ વર્ષ ની ઉંમરે સંગીત શીખવાની શરૂઆત કરી,પણ પદ્ધતિસર ની તાલીમ લેવાનું ૧૪ વર્ષ ની વયે શરુ કર્યું હતું,ગાયન ની તાલીમ ડો.ગોપા બહેન ચક્રવર્તી,વાદન ની તાલીમ તાલીમ શિલ્પાબેન અંધારિયા, અને નૃત્ય ની તાલીમ ડો.કાજલબેન મૂલે પાસે થી લઇ ને ગાયન-વાદન અને નૃત્ય એમ ત્રણેય વિષય માં વિસારદ પૂર્ણ કરેલ.

આશા એ સૌ પ્રથમવાર સ્ટેજ પર ગાવાની શરૂઆત ભાવનગર ના મેઘાણી સર્કલ ખાતે આવેલ સાંઈબાબા ના મંદિર એ થી કરી હતી,ત્યાર બાદ આશા એ ક્યારેય પાછું ફરી ને નથી જોયું ગરબા,લોકગીત,લગ્નગીત,ભજન,પ્રાર્થના,હિન્દી ફિલ્મી ગીતો,સુગમ,ક્લાસિકલ,ગઝલ, મ્યુઝિકલ શો, કરાઓકે સોન્ગ,સિંધી લાડા જેવા અસંખ્ય પ્રોગ્રામ ભાવનગર,અમદાવાદ,રાજકોટ,સુરત,વડોદરા,આણંદ અને મુંબઇ જેવા શહેરો માં આપી ચુકી છે
આશા પાસે કુદરતની એક અનોખી બક્ષિસ છે તેના અવાજમાં મુલાયમતા છે, મધુરતા છે અને શ્રોતાઓને જકડી રાખતી ભાવાનુભૂતિ છે.

આશા એ ૨૦૧૧ થી ૨૦૧૩ મહાનગર પાલિકા આયોજિત રાસગરબા-પાલીતાણા, ,૨૦૧૪ યુગાન્ડા-આફ્રિકા,૨૦૧૫ માં એનેક્ષી ગ્રુપ ઓફ ભાવનગર,૨૦૧૬ માં ન્યુયોર્ક~એટલાન્ટા-અમેરિકા માં,૨૦૧૭ માં રવન્ડા-આફ્રિકા માં નવરાત્રી મહોત્સવ માં પોતાના સૂરો રેલાવી ચુકી છે અને આ વર્ષે નવરાત્રી-૨૦૧૮ દેવ વીલા કલબ-મહુવા ભાવનગર ખાતે કરી છે
આશા એ ગુજરાતી ફિલ્મ ના સ્ટાર એવા નરેશ કનોડિયા,હિતેન કનોડિયા,મમતા સોની અને બાળકથી લઈ વૃ્દ્ધ સૌ કોઈ જેને ઓળખે છે એવા કોમેડી કિંગ જિગલી અને ખજૂર ની ટિમ સાથે પણ કામ કર્યું છે,તેમજ “સજના રે”ગુજરાતી ફિલ્મ નું ટાઇટલ સોન્ગ પણ ગાયેલ છે અને “સિંધી નારી” નામની એક સિંધી ફિલ્મ માં એક્ટિંગ પણ કરી છે
આશા ને ૨૦૧૧ માં એક્સેલ ક્રોપ કેર વિનર્સ એવોર્ડ, ૨૦૧૩ માં એન.સી.સી કેડેટ્સ એવોર્ડ અને ૨૦૧૬ માં પ્રજાપતિ સમાજ ગૌરવ પુસ્કાર અને ગુજરાત સીને મીડિયા ૨૦૧૯ માં પણ એવૉર્ડ મળિયો હતો તે સિવાય તેમને અનેકો એવોર્ડ મળી ચુક્યા છે
આશા કહે છે કે ” ગુજરાતી સંગીતમાં ચિંતકોની જરુર છે,યુવા કલાકારોએ સંગીત ક્ષેત્રમાં આગળ આવવા તાલીમ અને રિયાઝને સૌથી વધું મહત્ત્વ આપવું જોઈએ,સંગીતક્ષેત્રે મહેનત કરે એનું હીર ઝળક્યા વિના રહેતું નથી,ગીત ગાવાથી ગીત નથી બનતું, પણ એની સાથે સંસ્કાર જોડાય ત્યારે એ અર્થસૂચક બનતું હોય છે”
પોતાની સફળતા પાછળ આશાને પરિવાર માંથી સપોર્ટ મળ્યો નથી,ખુબ જ સંઘર્ષ કર્યા બાદ પરિવાર માંથી મમ્મી નો સપોર્ટ મળ્યો હતો,જો કે પોતાની સફળતા નો શ્રેય આશા “સાંઈ બાબા” ને આપે છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમનો શુંભારંભ,સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર શહેર ….

એબીએનએસ,પાટણ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર…

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *