OtherBreaking NewsLocal Issues

ભાવનગર : હોમગાર્ડના સભ્યોએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 3,45,280નું યોગદાન અર્પણ કર્યું

ભાવનગર શહેર, જિલ્લામાં ફરજરત એક હજાર જવાનોની પ્રશંસનીય સેવા સંદર્ભે એક આગવી પહેલ

સમગ્ર રાજ્યમાં પોલીસ જવાનો સાથે ખભેખભો મિલાવી દિવસ રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને પોલીસ જવાનો જેવી સેવાની ગરજ સારતા 45 હજારથી અધિક હોમગાર્ડ જવાનોની સેવા કાબિલે તારીફ છે વર્તમાન સમયે કાતિલ કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે ત્યારે સુરક્ષામાં વામ હસ્ત સમાન ગણાય છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ- 1151 જેટલાં હોમગાર્ડ જવાનો પોતાનો તથા તેના પરિવારનો જીવ જોખમમાં મુકી માનદ વેતન સાથે ફરજ બજાવી રહ્યાં છે.

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીથી ગ્રસ્ત છે. અને આ એક વૈશ્વિક સમસ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાનાં હોમગાર્ડઝ સભ્યો અને તમામ અધિકારીઓ દ્વારા આ મહામારી સામે લડવા સ્વૈચ્છિક ફાળાનું રૂપિયા 3,45,280/- યથાશક્તિ યોગદાન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવા માં આવ્યું છે. આ રકમ Chief Minister Relief Fund, બેન્ક ખાતામાં E Payment no.1010533220 તા.04/05/20 ના રોજ જમા કરાવી અને જેઓ ની તમામ જવાન/અધિકારીઓ યાદી ભાવનગર કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાને આજરોજ ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી શભુંસિંહ સરવૈયા દ્વારા આપવામાં આવી હતી. આ શ્રમ યજ્ઞને સફળ બનાવવા ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ સ્ટાફ ઓફિસર જનસંપર્ક નીતિન ગોહેલ, સ્ટાફ ઓફિસર ટ્રેનિગ એલ.સી. કોરડિયા, સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ બી.એમ. વ્હાણેચા સહિત કચેરી કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – જાહેર માહિતી અધિકારી દ્વારા ખોટી માહિતી આપવા બાબતે ફોજદારી કેસ કરવા મંજૂરી માંગતા અરજદાર.

R.T.I એક્ટ હેઠળ જા.માં.અધિકારી એ અરજદાર ને સાચી માહિતી આપવી પડે ,ત્યારે સરકારી…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *