હિયા ફાઉન્ડેશન દ્વારા આગામી 17 સપ્ટેમ્બરના રવિવારે પ્રી નવરાત્રી સેલિબ્રેશન એવમ સન્માન સમારોહ વિથ ચેરિટી પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે. જેમાં તલવાર રાસ,ઘુમર,ગરબા,તેમજ ડાન્સ સહિતની સ્પર્ધાઓ રાખવામાં આવી છે.
આ કાર્યક્રમ ની વિશેષતા એ રહેશે કે જેમાં ડ્રેસ કોડ રાખવામાં આવેલ છે જેમાં સાડી, ચોલી અને રજવાડી પોશાક ને ડ્રેસ કોડ રાખવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમ માટે હિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અનુપમાબા ચૌહાણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.