Entertainment

ક્રિષ્ના ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા ચોથો બોલિવૂડ લિજેન્ડ એવોર્ડ 2022નો મુંબઈ ખાતે પુર્ણ બોહળી સંખ્યામાં નામી અનામી બોલીવુડ અભિનેતા અભિનેત્રી ઉપસ્થિત રહ્યા

 

આ એવોર્ડ શો મા ડૉ. યોગેશ લાખાણી, સંગીત નિર્દેશક ઈસ્માઈલ દરબાર, સંગીતકાર દિલીપ સેન, બીએન તિવારી, રમેશ ગોયલ, અનિલ નાગરથ, શ્યામલાલ, દીપા નારાયણ , મીડીયા સહિત અનેક હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

ડો.ક્રિષ્ના ચૌહાણ છેલ્લા 3 વર્ષથી ‘બોલીવુડ લિજેન્ડ એવોર્ડ’ના ભવ્ય આયોજનનું આયોજન કરી રહ્યા છે. હવે ચોથા વર્ષ માટે, ક્રિષ્ના ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા 10 ડિસેમ્બર 2022ના રોજ બોલિવૂડ લિજેન્ડ એવોર્ડ – 2022નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વખતે એવોર્ડ સમારંભ પહેલા કરતા મોટો અને સારો હતો. ભારતીય ફિલ્મો અને તેની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર લોકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

બ્રાઈટ આઉટડોર મીડિયાના ડો. યોગેશ લાખાણી, સંગીતકાર દિલીપ સેન, દેવદાસ અને હમ દિલ દે ચૂકે સનમ ફેમ સંગીતકાર ઈસ્માઈલ દરબાર, બીએન તિવારી, રમેશ ગોયલ, બિરબલ જી, વિજેન્દર ગોયલ, નાફે ખાન, દેવ મેનારિયા, પુનીત અને ઘણા બધા હાજર રહ્યા હતા.


ડો. યોગેશ લાખાણી, સંગીતકાર દિલીપ સેન, બીએન તિવારી, રમેશ ગોયલ, બીરબલ જી, વિજેન્દ્ર ગોયલ, નાફે ખાન, દેવ મેનારિયા, પુનીતે દીપ પ્રગટાવ્યું હતું. સિયા કાલે ડાન્સ કર્યો. ભારતી છાબરીયાએ એન્કરીંગ કર્યું હતું.

આ એવોર્ડ માટેની શ્રેષ્ઠ ટ્રોફી એવોર્ડ મેળવનારને આપવામાં આવી છે અને કાર્યક્રમ ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો.
ગાયકો સંધ્યા પવાર, વિજય કશ્યપ, તૃપ્તિ શુક્લા, નિકેશ તારાચંદ, જ્યોતિ ઝિંગિયાણી, બિરબલ ખોસલા, કે.કે.ગોસ્વામી, પુનીત કુમાર વોરા, જાન્હવી રાઠોડ, ડો. ભારતી છાબરિયાએ એવોર્ડ મેળવ્યો હતો.

બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સુરેન્દ્રનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *