Entertainment

પાટણમાં સંગીત ક્ષેત્રે આગવી નામના ધરાવતા નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમીના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલ સંગીત ક્ષેત્રની પ્રારંભિક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરીને ૧૦૦% પરિણામ સાથે સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમીના ગાયકી ક્ષેત્રમાં પ્રારંભિક વર્ષમાં 16 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે સફળ થયા છે અને પ્રથમ વર્ષે સંસ્થાએ સો ટકા પરિણામ સાથે આગવું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

સંસ્થાના સફળ થયેલ વિદ્યાર્થીઓમાં દીયા ગાંધી, દિયા સોની, પ્રાંશુ ખમાર, વનિતા સોની, આરવ, નિષ્કા શાહ, પ્રિપાંન્સ પંચાલ, નંદની રાવલ, ધર્મ મહારાજા, ઋષિકા મહેતા, પ્રિન્સી મહેતા ત્રિશા સુખડિયા, રુદ્ર કડિયા, હેતાંશી ઠક્કર વગેરેનો સમાવેશ થાય છે.

સંસ્થાના સંચાલક નિરવ ગાંધી સહિત સંસ્થા પરિવારે સફળ બનેલા બાળકોને ઉત્તરોત્તર આગળ વધી ઉજવળ પરિણામમાં હાંસલ કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ દિનેશ ચૌધરી પાટણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *