Entertainment

તમને કોઈ એ પૂછ્યું કેમ છે?

યુવા ગાયિકા પૂજા કલ્યાણી નવા અંદાજમાં : સ્વર સાથે અભિનયના ઓજસ પાથર્યા

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાંને ઉપરથી કુદરતની રહેમ છે.
આ ગુજરાતી કવિતા કવિ ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલી છે. કવિ ધ્રૂવ ભટ્ટના ગુજરાતી શબ્દો અને તેની ખુમારીએ સૌ કોઈને ખૂબ આકર્ષિત કર્યા છે. અનેક કલાકારો એ આ રચનાને અગાઉ પોતાનો સ્વર આપ્યો છે.

વર્તમાનમાં ગુજરાતના ઉભરતા ગુજરાતી ગાયિકા પૂજા કલ્યાણીએ સુંદર સ્વર આપી ગુજરાતી સંગીતમાં તહેલકો મચાવ્યો છે. ગીત-સંગીતની ‘ગુજરાતી જલસો’ યુ-ટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત આ રચના ગુજરાતી ભાષાના વૈભવને ચાર ચાંદ લગાવે છે. લોકો એ ગાયિકા પૂજા કલ્યાણીના અવાજ અને કવિતાના શબ્દોને દિલ થી ખૂબ આવકાર્યા છે. વખાણ્યા છે.!

ગુજરાતીઓની અસ્સલ ખુમારી શબ્દોમાં અને અવાજમાં દેખાય છે.
ગાયિકા પૂજા કલ્યાણી ગુજરાતના સુરતના છે. અને સંગીત ક્ષેત્રે સારું એવું યોગદાન આપી યુવા ધડકનમાં બહુ લોકપ્રિય રહ્યા છે. આ કવિતાને સરસ રીતે ફિલ્માંવાય છે. આ અલ્બમમાં ગાયિકા પૂજાએ પોતે જ અભિનય આપ્યો છે. શબ્દોમાં ખુમારી, અવાજમાં અવલ્લ અને અભિનયમાં આફરીન કરનાર આ રચના માટે કામ કરનાર તમામ ટીમ મેમ્બર્સ અભિનંદનના હકદાર છે.

પૂજા એક અચ્છા કલાકાર તરીકે ગુજરાતનું ઉજળું ભવિષ્ય છે. તેઓ લાઈવ સ્ટેજ શો પણ કરે છે.  તેઓએ ગુજરાતી પ્રાચીન ગરબો ‘મહીસાગર ને આરે’ અને હર્ષ સંઘવી સાથે ‘ખમ્મા ઘણી બાપા’ પ્રસ્તુત કર્યું છે. તથા નવરાત્રી સ્પેશ્યલ ‘ખોડલ ખમકારી’ અને હરિઓમ ગઢવી સાથે ‘રમઝટ’ એ પણ ધૂમ મચાવી હતી.યુ-ટયુબમાં જલસો ચેનલમાં તથા પૂજા કલ્યાણીના નામથી તેમના અનેક ગીતો પ્રસ્તુત છે.

યુવા ગાયિકા પૂજા કલ્યાણી સાથે આ અલ્બમમાં સફળતાના હકદારમાં કવિ ધ્રુવ ભટ્ટ, મ્યુઝિક ઋષિકેશ ગનગન, ડાયરેક્ટર પ્રતિક જાદવ, સુનિલ પરમાર, રીષી લીંબડ, ગોપાલ પરમાર, પિક્સલ ટેલ્સ વગેરે છે. આલ્બમમાં લોકેશન કોન્સેપ્ટ સાથે મેચ છે.

તે મોટી વાત છે. ગુજરાતના ગૌરવ એવા ગીત, કવિતા, આલ્બમ વધુને વધુ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આવો ગુજરાતના ગીતસંગીત અને તેના કલાકારોને પ્રોત્સાહિત કરીયે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *