Entertainment

પ્રિયંકા ચોપરા સાથે હોળી સેલિબ્રેશનમા પહોંચી પ્રીતિ ઝિન્ટા બંને રમ્યા જોરદાર હોળી…… જુવો વિડિયો

પ્રિયંકા ચોપરાની હોળી સેલિબ્રેશનમાં પ્રીતિ ઝિન્ટા પણ પહોંચી હતી. હોળીની ઉજવણીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે અમેરિકામાં રહે છે. તેમનો મોટાભાગનો સમય હવે અમેરિકામાં વિતાવે છે. આવી સ્થિતિમાં તે ભારતીય તહેવારોની ઉજવણી કરવાનો કોઈ મોકો છોડતી નથી. હવે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો તેમની હોળી સેલિબ્રેશનનો છે. જેમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ પણ ભાગ લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

લગ્ન બાદ પ્રીતિ પણ અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. આ રીતે પ્રીતિ ઝિંટાએ પ્રિયંકા ચોપરા સાથે હોળી સેલિબ્રેટ કરવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાની હોળી સેલિબ્રેશનની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં પ્રીતિ ઝિન્ટા સાથે તેના પતિ જીન ગુડઇનફ પણ હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળે છે. આ તસવીરોમાં અન્ય એક સુંદર અભિનેત્રી જોવા મળી રહી છે જે બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાના અભિનયને ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

અમે વાત કરી રહ્યા છીએ પ્રિયંકા ચોપરાની, જે તેના પતિ નિક જોનાસ સાથે હોળીના ઉત્સાહમાં ડૂબતી જોવા મળે છે. દરેકને ચહેરા પર રંગબેરંગી ગુલાલ છે જે તેમની સુંદરતામાં વધારો કરે છે. હોળી પર તેના પતિ સાથેની રંગીન તસવીરમાં પ્રીતિના ચહેરા પર જોવા મળતા હાસ્ય અને ડિમ્પલ્સે ફરી એકવાર તેના ચાહકોના દિલ ચોર્યા છે. આ વર્ષ તેના ચાહકો માટે ખૂબ જ ખાસ છે કારણ કે લાંબા વિરામ પછી, વર્ષ 2023 માં, પ્રીતિ ઝિન્ટા કરણ જોહર દ્વારા નિર્દેશિત તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં મજબૂત ભૂમિકા સાથે ધમાકેદાર કમબેક કરી રહી છે. જેની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Related Posts

બાળપણ સાથે જોડાયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું બોક્સ ક્રિકેટમાં રમતાં રમતાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું

અનુજ ઠાકર. આજના મોબાઈલ રમતોથી ઉભરાતા જમાનામા જુના સમયના બાળપણની ભુલાયેલી રમતોને…

૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ

. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…

1 of 57

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *