Entertainment

“તું ગીતા હું કુર્બાન” – પ્રેમ અને એકતાની અનોખી કહાની

રિપોર્ટ: અનુજ ઠાકર.

એક ભાવનાત્મક અને સામાજિક સંદેશ આપતી ફિલ્મ છે, જેમાં પ્રેમ, પરિવાર અને સમાજમાં એકતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચેની એકતા અને માનવતાનું સુંદર ઉદાહરણ રજૂ કરે છે.

ફિલ્મની વાર્તા રાજ અને મુસકાન નામના બે યુવાનોની આસપાસ ફરે છે. રાજ અને મુસકાન એકબીજાને પ્રેમ કરવા લાગે છે, પરંતુ તેમની પરિવારો વચ્ચે હિંદુ–મુસ્લિમ વૈમનસ્ય હોવાથી તેમના પ્રેમને સ્વીકારવું સરળ નથી. બંને પરિવારો વચ્ચે વર્ષોથી ચાલતી દુશ્મની તેમની લાગણીઓ માટે મોટો અવરોધ બને છે.

આ ફિલ્મ માત્ર પ્રેમકથા નથી પરંતુ સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે ધર્મ અને જાતિથી ઉપર માનવતા અને પ્રેમનું સ્થાન છે. ફિલ્મ દર્શકોને શાંતિ, સહિષ્ણુતા અને સામાજિક એકતાની ભાવના તરફ પ્રેરિત કરે છે.
કાસ્ટ: શિવ ઉપાધ્યાય, ક્રુઝિન સિંઘાનિયા, હેમાલી ગોહિલ, મૌલિક પાઠક, હિતેશ રાવલ અને રતન રંગવાણી.
ક્રૂ: ભવેશ ગોરાસિયા (નિર્દેશક), હર્ષ પટેલ (પ્રોડ્યુસર), માસ્ટર રાણા (સંગીતકાર) અને અતુલ બંસલ (કો-પ્રોડ્યુસર).

આ ફિલ્મ પ્રેમ અને સમરસતાની વાત કરે છે અને સમાજમાં ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 70

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *