ગાંધીનગર, સંજીવ રાજપૂત: લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના અને એસોસિએશન ફોર સોશિયલ વેલફેર એન્ડ ડેવલપમેન્ટ(ASWD)ના સહયોગથી સતત પાંચમા વર્ષે દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવને સેક્ટર 22 ના રંગમંચ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યા.
આ સમૂહ લગ્નમાં લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમીનાના પ્રમુખ દક્ષાબેન જાદવ અને ASWD પ્રમુખ પરમજીત કૌર છાબડાએ સમૂહ લગ્નોત્સવમાં ભારે જેહમત ઉઠાવીને 14 જોડીઓના લગ્ન કરાવ્યા હતા. તેઓને કરિયાવરમાં 70 વિવિધ પ્રકારની જીવન ઉપયોગી વસ્તુઓ વિવિધ દાતાઓના સહયોગથી આપી હતી.
આ સમૂહ લગ્નોત્સવ મા મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રીક ગવર્નર હરીશ ભાઈ ત્રિવેદી , ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલ, ક્રષ્ણકાન્ત જહાં તથા ખાલસા લિટલ ફ્લાવર્સ સ્કૂલ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી સુરજીત કૌર ડાંગ, પધમકાન્ત પંડ્યા સુદામા અનુરાધા શેનોય હાજર રહ્યા હતા . પ. પૂ.પૂર્ણનણંદ સ્વામીએ તેમણે નવદંપતીઓને સુખી જીવન જીવવા માટે આર્શીવચન પણ આપ્યા હતા.
રીટાબેન પટેલે તેમના વક્તવ્યમાં આટલા સરસ સામાજિક કાર્ય કરવા માટે બંને સંસ્થાઓના કાર્યકરો મેં બિરદાવતા જણાવ્યું કે આ સમૂહ લગ્ન મોટો યજ્ઞ કહેવાય અને આટલા અદભુત આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. લાયન્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશ ભાઈ ત્રિવેદી એ શુભેચ્છઓ સાથે સે નો યુઝ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોજેક્ટ ને પણ બિરદાવ્યું, જહાં સાહિબ પણ દિવ્યાંગો માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઝોન ચેરમેન ચંદાબેન યાદવ ડિસ્ટ્રિક્ટ માંથી પધારેલ સીટી નિમેષભાઈ મજબુદાર અને પ્રોટોકોલ ઓફિસર ઉમેશભાઈ કોટિયા એ પણ નવયુગલને શુભેચ્છા પાઠવેલ
આ પ્રસંગના લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના પ્રમુખ દક્ષા જાદવ તથા એસોસિએશન ફોર સોશિયલ વેલફેર એન્ડ ડેવલપમેન્ટના પરમજિત કોર છાબડા સાથે ક્લબની બધી જ બહેનોએ આ સેવા યજ્ઞ માં તન મન અને ધન થી જોડાઈ ખૂબ જ ધામધૂમથી પોતાની દીકરાનીઓની લગ્ન હોય તેવી રીતે આનંદપૂર્વક પ્રસંગને દીપાવ્યો હતો. આ પાંચ વર્ષોમાં 51 દિવ્યાંગયુગલોને પ્રભુતામાં પગલાં પાડવાનુ શુભ કાર્ય બંને સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.
ઝોન ચેરમેન ચંદાબેન યાદવ ડિસ્ટ્રિક્ટમાંથી પધારેલ સીટી નિમેષભાઈ મજબુદાર અને પ્રોટોકોલ અધિકારી ઉમેશભાઈ કોટિયા એ પણ નવયુગલને શુભેચ્છા પાઠવેલ