Gandhinagar

ગુજરાતમાં એનઈપી-૨૦૨૦ના અમલીકરણ માટે આયોજિત પાંચ દિવસીય “ટ્રેન ધ ટ્રેનર” કાર્યક્રમનો વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે શુભારંભ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે ગાંધીનગર ખાતે આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રના નચિકેતા હોલ ખાતેથી એનઈપી-૨૦૨૦ના અમલીકરણ માટે ૦૫ દિવસીય “ટ્રેન ધ ટ્રેનર” કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

અધિક મુખ્ય સચિવએ પ્રોફેસરો અને શિક્ષણ સાથે સંકળાયેલા ફેકલ્ટીઓને સંબોધતા જણાવ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલીસી વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં ટેકનિકલ અને પ્રોફેશનલ ટિચર્સમાં એનઈપી-૨૦૨૦ને લઇને માહિતગાર કરવાનો છે. વર્કશોપમાં અનુભવી તજજ્ઞો દ્વારા વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ, વર્ગખંડ વ્યવસ્થાપન, તકનીકી શિક્ષણને અપનાવવા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, આજનો યુગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે આપણા બાળકોને એઆઈ આધારિત શિક્ષણ આપવું એ સમયની માંગ છે. બાળકોને એમના રસ ધરાવતા વિષયો ભણાવામાં શિક્ષકો અને વાલીઓએ સહયોગ આપવો જોઈએ સાથોસાથ બાળકોને કેવી રીતે ભણવામાં રસ પડે તેવું વાતાવરણ ઊભું કરવું તે પણ શિક્ષકોની જવાબદારી છે.

NEP- ૨૦૨૦ સેમિનાર પ્રોફેસરો માટે કેવી રીતે મદદરૂપ થશે તેની માહિતી આપતા તોમરે જણાવ્યું હતું કે, ટેકનિકલ સંસ્થાઓમાં NEP ૨૦૨૦ના અમલીકરણમાં શિક્ષકોની ભૂમિકા ખુબ જ મહત્વની છે. આ તાલીમમાં NEP-૨૦૨૦ માટે યોગ્ય શિક્ષણશાસ્ત્ર અને તાલીમ પદ્ધતિઓ અપનાવવી, ગુણવત્તા સંશોધન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને એનઇપીના લક્ષ્યો હાંસલ કરવા, NEP ૨૦૨૦ના અમલીકરણમાં તકનીકી સંસ્થાઓમાં શૈક્ષણિક નેતૃત્વ અને નીતિ નિર્માતાઓની ભૂમિકા જેવા વિષયો પર સેમિનાર યોજાનાર છે.

આ તાલીમ શૈક્ષણિક પરિણામોને પ્રોત્સાહન આપવા, શિક્ષણ પ્રણાલીને વિકસિત કરવા, વ્યાપક રાષ્ટ્રીય કાર્યસૂચિ સાથે રાજ્યકક્ષાએ એકસુત્રતા જળવાય તે માટે ગુજરાતના આ પ્રયાસો માઇલસ્ટોન સાબિત થશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ૨૦૨૦ના અમલીકરણ માટે શિક્ષકોને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ટેકનિકલ શિક્ષણ કમિશનરેટ (સીટીઇ) ગુજરાત અને ગુજરાત ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (જીટીઇઆરએસ) તેમજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ (એનઆઇટીટીઆર) ચંદીગઢના સહયોગથી તા. ૧૪ થી ૧૮ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી ‘ટ્રેન ધ ટ્રેનર’ પાંચ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ટેક્નીકલ શિક્ષણના કમિશનર બંછાનિધી પાનીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. આ ઉપરાંત NITTTRના પ્રોફેસર મૈત્રી દત્તા, IIT ગાંધીનગરના નિયામક રજત મુના, GTUના વાઈસ ચાન્સેલર રાજૂલ ગજ્જર, BAOUના વાઈસ ચાન્સેલર અમી ઉપાધ્યાયએ પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ૨૦૨૦ તથા તેના અમલીકરણ અંગે પોતાના વિચારો રજૂ કર્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન…

1 of 2

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *