આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંન્વયે મતદારોમાં જાગૃતતા ફેલાવવાનાં આશયથી ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતા દ્વારા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.જે રથ આજરોજ ભાવનગર ખાતે યોજાયેલ ૧૪ માં આંતરરાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનાં કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓ,યુવાઓને ઇ.વી.એમ.એટલે કે ઇલેક્ટ્રોનિક વોટીંગ મશિન અને વીવીપેટ નિદર્શન કરવામાં આવ્યું હતું.
મતદારોને ઇ.વી.એમ.અને વીવીપેટનાં ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોને મતદાન માટે જાગૃત કરવાનાં હેતુથી LED મોબાઈલ વાન થકી ઇ.વી.એમ./વીવીપેટ શું છે ? તે અંગેની માહિતીઓ આપવામાં આવી હતી તેમજ ઇ.વી.એમ.નાં માધ્યમથી મત કઇ રીતે આપી શકાય ? તે અંગેની જાણકારી યુવાઓ,વિધાર્થીઓને આપવામાં આવી હતી.આ વાન દ્વારા મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા સરળ રીતે વિડીયોનાં માધ્યમો થકી સમજાવવામાં આવી હતી.
મતદાર પોતે જે નાંમાકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ,તથા ચિહ્ન ઇ.વી.એમ./વીવીપેટ મશીન ક્યાં આવશે ?, મત આપવા કયા બટનનો ઉપયોગ કરવો ? જેવી માહિતીઓનું લાઇવ નિદર્શન કરાવાયું હતું.