Gujarat

ભાવનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત અનેક જગ્યાએ સફાઈ અભિયાન થકી સ્વચ્છતા ઝુંબેશ.

ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ જોવા મળી રહી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાનાં કાર્યો કરવામાં આવ્યા છે.જે અંતર્ગત તા. ૬ થી ૧૧ નવેમ્બર ફ્લાયઓવર,બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સફાઇ, ગ્રામ્ય વિસ્તારોમાં ગાંડા બાવળનું પૃનિંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે ગારીયાધાર તાલુકાના લુવારા ગામે કોલ બનાવવાની કામગીરી, વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે ગાંડા બાવળ કટીંગની કામગીરી,મહુવા તાલુકાના ખરેડ ગામે બાવળ કાપણી કામગીરી,જેસર તાલુકાના અયાવેજ ગામ ખાતે બસ સ્ટેન્ડની સાફ સફાઈ,ભાવનગર તાલુકા ના ગુંદી ગામે ગ્રામપંચાયત પાસે બાવળીયા ની સાફ સફાઈ ની કામગીરી, ઘોઘા વાળુકડ ગામે બસ સ્ટેન્ડની સાફ સફાઇ સહિતના તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ લોકભાગીદારીથી સફાઈ અભિયાન વેગવંતુ બન્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 46

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *