CrimeGujarat

રોકડ રૂ.૧૮,૫૮૦/- સહિત કુલ રૂ.૭૯,૫૮૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં પાંચ પુરૂષોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રીબી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૭/૧૧/૨૦૨૩ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શિહોરના નેસડા ખાર વિસ્તાર બાવળની કાંટમાં ગંજીપતા નાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમાતો હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓ

1. રાહુલભાઇ માસાભાઇ ડાંગર ઉ.વ.૩૩ રહે. ભોળાદ તા.શિહોર જી ભાવનગર

2. નિતિનભાઇ મુકેશભાઇ વાજા ઉ.વ.૩૪ રહે.પુરીનો ચોક, કરચલીયાપરા, ભાવનગર

3. અનિલભાઇ જીવરાજભાઇ મકવાણા ઉ.વ.૪૧ રહે.પુરીનો ચોક, કરચલીયા પરા, ભાવનગર

4. મુકેશભાઇ ધનજીભાઇ વાઘેલા ઉ.વ.૩૩ રહે.પુરીનો ચોક, કરચલીયા પરા, ભાવનગર

5. અનિરૂધ્ધ ઉર્ફે વિજય શામજીભાઇ ચૌહાણ ઉ.વ.૪૩ રહે.દાંતિયાવાળી શેરી,કરચલીયા પરા,ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલ

ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧૮,૮૫૦/-,મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૧,૦૦૦/-,એકસેસ સ્કુટર કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૯,૫૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ.            આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી દિપસંગભાઇ ભંડારી, હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી,હરિચંદ્દસિંહ ગોહિલ, નિતીનભાઇ ખટાણા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 103

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *