અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા અને આરોગ્યલક્ષી સારવાર અને સુવિધાને વધુ સરળ બનાવવા માટે 50 બેડની અધ્યતન એમ્પાયર હોસ્પિટલ નું ચોથા માળે, એમ્પાયર ડોક્ટર હાઉસ, કારગિલ પેટ્રોલ પંપ પાસે,
ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન કોઠારી પૂજ્ય ધર્મતિલક સ્વામી દ્વારા (BAPS સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ) દ્વારા કરવામાં આવ્યું હતું. અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે, એમ્પાયર હોસ્પિટલ અત્યાધુનિક તબીબી પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્યસંભાળ સેવાઓની વ્યાપક શ્રેણી અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. અનુભવી હેલ્થકેર પ્રોફેશનલ્સની સમર્પિત ટીમ અસાધારણ દર્દી કેન્દ્રિત સંભાળ પહોંચાડવા માટેના સહિયારા જુસ્સાથી સજ્જ છે.
50 બેડ ની બનેલી આ હોસ્પિટલમાં દવા અને ક્રિટિકલ કેર લેપ્રોસ્કોપિક અને જનરલ સર્જરી ઓન્કોસર્જરી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને હેપેટોલોજી ઓર્થોપેડિક (આર્થ્રોસ્કોપી, સ્પોર્ટ્સ ઈન્જરી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ટ્રોમા સર્જરી) જેવા વિવિધ વિભાગો પણ આવેલા છે.
અહીં 24 X 7 અદ્યતન તબીબી અને સર્જિકલ સંભાળ ICU, ક્રિટિકલ કેર, HDU અને ડાયાલિસિસ સેન્ટર 2D ECHO GI, ડોપ્લર સ્ટડી અને સોનોગ્રાફી વર્સાણા એસેન્શિયલ R2 TMT-GE કાર્ડિયોસોફ્ટ V7 PFT ECG લેબોરેટરી સેવાઓ એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી અને ERCP 2 મોડ્યુલર ઓપરેશન થિયેટર (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે ક્લાસ100 ઓટી) 1 ક્લાસ 100 મોડ્યુલર ઓટી 1 લેપ્રોસ્કોપી ઓટી 24×7 પેથોલોજી, એમ્બ્યુલન્સ જેવી વિવિધ સેવાઓ મળી રહેશે વગેરે માહિતી ડોક્ટર ઘનશ્યામભાઈ બગેરીયા, ચિરાગભાઈ ગાંધી દ્વારા આપવામાં આવી હતી.