Latest

લોક સંસ્કૃતિની ધરોહર એવા લોકમેળાઓને પુનઃ ઉજાગર કરવા મંત્રી હર્ષ સંઘવીની ફેસબુકના માધ્યમથી અનોખી પહેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના વિવિધ યાત્રાધામો, ગામો, જિલ્લાઓમાં યોજાતા મેળાને નવી ઓળખ આપવા રાજ્યના યુવા, સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ અનોખો પ્રયાસ કર્યો છે. મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુકના માધ્યમથી રાજ્યના નાગરિકોને પોતાના ગામ, શહેર, જિલ્લામાં ભરાતાં પ્રખ્યાત-અપ્રખ્યાત મેળાઓના નામ, વિગત અને વિશેષતા જણાવવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ રાત્રે ૧.૩૦ વાગ્યે ફેસબુક પર કરેલી પોસ્ટના માત્ર ૭ કલાકમાં ૯૦૦થી વધુ લોકોએ કોમેન્ટ કરી અને પોતાના ગામ, શહેરના લોકમેળાઓની રસપ્રદ વિગત આપીને મંત્રી હર્ષ સંઘવીના આ કાર્યને બિરદાવ્યું છે.

મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુકના માધ્યમથી લોક સંસ્કૃતિની ધરોહર એવા નાના મોટાં, પ્રખ્યાત – અપ્રખ્યાત લોકમેળાઓને ઉજાગર કરવાના પ્રયાસમાં રાજ્યના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ આ પ્રયાસને વધાવ્યો છે.

મંત્રીએ ફેસબુક પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, “ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં એવા કેટલાય મેળાઓ ભરાય છે, જે ફક્ત જે-તે જિલ્લાઓ પૂરતાં જ સીમિત રહી જાય છે. આજે એવા જિલ્લાઓને જાણીએ અને જણાવીએ. જેથી,આના થકી આજે કેટલાય અવનવાં મેળાઓ આપણને જાણવા મળશે”

મંત્રીની પોસ્ટમાં રાજ્યના તમામ વિસ્તારમાંથી લોકોએ પોતાનાં આજુબાજુના મેળાની વિગતો આપી છે. જેમાં ઘણાં એવા મેળા છે જે ભાગ્યે જ રાજ્યના અન્ય વિસ્તારના લોકો જાણતા હશે. જેમ કે, બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે શિવરાત્રીના દિવસે સૌથી મોટો અશ્વમેળો યોજાય છે.

નવરાત્રિના આઠમના નોરતે વડોદરાના રણુ ગામે તુલજા ભવાનીનો મેળો, મહેસાણાના પુદગામે સ્વયંભૂ જ્યોતિર્લિંગ શ્રીકૃષ્ણ જન્મોત્સવનો સિદ્ધનાથ મહાદેવનો મેળો ભરાય છે. તો બનાસકાંઠાના થરાદના લુણાવ ગામે ભાઈબીજના દિવસે અતિપ્રાચીન મેળો, દક્ષિણ ગુજરાતના વલસાડના પલસાણા ગામે મહાશિવરાત્રીના દિવસે ગંગાજીનો મેળો યોજાય છે જેમાં સામાજિક સમરસતાની ભાવના જોવા મળે છે.

આદિજાતિ સાંસ્કૃતિક મેળાની વાત કરીએ તો, દાહોદના લીમખેડામાં આમલી અગિયારસનો જન્માષ્ટમીના દિવસે મેળો યોજાય છે. તેમજ છોટાઉદેપુરના લગામી ગામે રંગ પંચમીનો મેળો યોજાય છે જેમાં રામ ઢોલની હરીફાઈ તથા સામાજિક સુધારણાની વાતો કરવામાં આવે છે.

એક સમયે જે તે વિસ્તારની શાન ગણાતા મેળા લોકોની સ્મૃતિપટ પરથી વિસરાઈ રહ્યા છે. આ લોકમેળાને પુનઃ સ્મૃતિમાં લાવી તેમાં પ્રાણ ફૂંકવા અને તેનું ડોક્યુમેન્ટ કરવા મંત્રીશ્રીએ રાજ્યના લોકોને જોડીને આ અનોખી પહેલ કરી છે. જેમાં લોકોએ પોતાના વિસ્તારના લોકમેળાની વિગતો તો આપી, તેની સાથે તે મેળા પાછળની રસપ્રદ માહિતી પણ શેર કરી છે.

એક મેળો એવો છે જે કોઈને કોઈ કારણસર બંધ થયો છે આવા મેળાઓને સ્થાનિકો સાથે મળીને પુનઃ કાર્યરત કરવા મંત્રીએ ખાતરી આપી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *