Latest

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વિવિધ નક્ષત્રોમાં વરસતા વરસાદને લઈને અનેક લોકમાન્યતાઓ પ્રચલિત છે. તેમાં મઘા નક્ષત્રના વરસાદને આયુર્વેદિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. મઘા નક્ષત્ર દરમિયાન વરસતું વરસાદી પાણી પવિત્ર અને ગુણકારી માનવામાં આવે છે. કેટલાક લોકો તેને ગંગાજળ સમાન માની વર્ષભર માટે સાચવી રાખે છે.આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વરસાદી પાણીના સંગ્રહ અને જળસંચયના મહત્વને પણ ઉજાગર કરે છે.

આયુર્વેદિક પરંપરામાં વરસાદી પાણીને ગંગાજળ સમાન ગણવામાં આવે છે અને તેમાં પણ મઘા નક્ષત્રનું પાણી અમૃત સમાન માનવામાં આવે છે. તેમનો ઉપયોગ કરવાથી બી-12ની ખામી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં પણ સુધારો જોવા મળે છે.મઘા નક્ષત્રના આ સમયગાળા દરમિયાન વરસાદનું પાણી એકત્ર કરીને યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો તેનો વર્ષ દરમિયાન ઉપયોગ કરી શકાય છે.માનવ શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી શરીરમાં ઉપયોગમાં લેવાતા પાણીની ગુણવત્તા મહત્વપૂર્ણ છે. લોહીમાં પણ પાણીનું પ્રમાણ મોટું હોવાથી શુદ્ધ પાણીના સેવનને તેઓ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.

આ અંગે અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજાના વૈધ મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું કે 17 ઓગસ્ટ 2026 થી લઈને 31 ઓગસ્ટ 2026 સુધી વરસાદનું મઘા નક્ષત્ર શરૂ થયું છે. આયુર્વેદમાં વરસાદનું પાણી ગંગાજળ સમાન કહેવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને મઘા નક્ષત્ર નું પાણી અમૃત સમાન ગણવામાં આવે છે. અનેક લોકોએ પીવાના પાણીમાં મઘા નક્ષત્રનું પાણી ઉમેર્યું જેથી અનેક ફેરફારો તેના શરીરમાં જોવા મળ્યા છે. બી-12ની ખામીમાં, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો વગેરેમાં ખૂબ ફેરફારો બને સુધારાઓ લોકોના શરીરમાં જોવા મળ્યા ફક્ત પાણીમાં પરિવર્તન કરવાથી આ શક્ય બન્યું છે.

આ 17 દિવસમાં અથવા તો તે ન મળે તો વરસાદનું પાણી કલેક્શન કરી પીવાના પાણીમાં તેનો ઉપયોગ કરવો જોઈએ આવું કરવાથી સ્વાસ્થ્યમાં ખૂબ જ ફાયદો થાય છે અને ખૂબ ફેરફારો જોવા મળે છે. શરીરમાં ત્રણ ભાગ પાણી છે અને લોહીમાં 92% પાણી છે પાણી જો આપણું શરીરમાં શુદ્ધ થઈ જાય તો ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જતી હોય છે. ક્ષારવાળું પાણી, ફિલ્ટર કરેલું પાણી વગેરેના કારણે પણ સમસ્યા જોવા મળતી હોય હોય છે પરંતુ આ વરસાદના પાણીનો તેમાં ખાસ કરીને મઘા નક્ષત્ર ના પાણીનો ઉપયોગ કરવો ખૂબ જ ઉપયોગ સાબિત થાય છે. દરેક લોકોએ આ પાણીનો વર્ષ દરમિયાન સંગ્રહ કરવો જોઈએ અને રસોઈ,પીવામાં વગેરેમાં અવશ્ય તેનો ઉપયોગ કરવો જોઈએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *