Breaking NewsLatest

અંબાજી એસ.ટી ડેપો દ્વારા 8 જેટલા ટ્રાયબલ રૂટો પર બસ સેવા શરૂ કરવા ટ્રાયબલ વિસ્તાર ના લોકો ની પ્રબળ માંગ..

અમિત પટેલ.અંબાજી

વિવિધ ટ્રાયબલ રૂટો પર બસ સેવા શરૂ કરવામાં નહિ આવે તો રસ્તા રોકો આંદોલન કરાશે, નિલેશ બુંબડિયા

અંબાજી એસ.ટી ડેપો ખાતે આજે ટ્રાયબલ વિસ્તારના લોકો દ્વારા છેલ્લા કેટલાય સમયથી દાંતા તાલુકાના ટ્રાયબલ વિસ્તાર ના વિવિધ રૂટોની બસો જે અનિયમિત અને અંબાજી એસટી ડેપો દ્વારા બંધ કરવામાં આવેલ છે તે બસો ને ફરી શરૂ કરવા જીલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી નિલેશ બુંબડિયા સહિત ટ્રાયબલ વિસ્તારના લોકો દ્વારા રજુવાત કરવામાં આવી હતી જ્યારે બનાસકાંઠા જિલ્લાનો છેવાડાનો એવો દાંતા તાલુકો આ તાલુકા ની વાત કરવામાં આવે તો આ તાલુકો  અંતરિયાળ અને પછાત તાલુકો પણ ઘણાતો હોય છે આ તાલુકા ના વિવિધ ટ્રાયબલ વિસ્તારના રૂટ પર વિવિધ બસ સેવા બંધ કરાઇ છે તેને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે હવે આ બસો ફરી શરૂ કરવા માંગ ઉઠી છે અને અંબાજી એસ.ટી ડેપો ખાતે આ મુદ્દે રજુવાત કરવામાં આવી હતી જ્યારે આ રૂટ પર ફરી બસો સુરું નહિ કરાય તો રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચાના મહામંત્રી નિલેશભાઈ બુંબડીયા સહિત ટ્રાયબલ વિસ્તારના આગેવાનો દ્વારા અંબાજી એસ.ટી ડેપો ખાતે ઉગ્ર રજવાત કરવામાં આવી હતી જ્યારે દાંતા, અમીરગઢ, હડાદ સહિત વિવિધ ટ્રાયબલ વિસ્તારોમાં અંબાજી એસ.ટી ડેપો દ્વારા અમુક રૂટ ની બસો બંધ કરી છે તે બસો ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને આ વિસ્તાર ના લોકો અને આદિજાતિ સમાજ ના લોકો ભારે રોષે ભારાયા છે જ્યારે આ મુદ્દે અંબાજી એસ.ટી ડેપો મેનેજર કલ્પેશ પટેલ ની ચેમ્બરમાં જીલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી નિલેશભાઈ બુંબડિયા, દાંતા તાલુકા સરપંચ એસોસિયેશના ના પ્રમુખ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જો વિવિધ ૮ જેટલા રૂટોની જે નાઈટ ની બસો ને બંધ કરી છે તે ફરી એસ.ટી.ડેપો દ્વારા શરૂ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે જ્યારે આ મુદ્દે અનેક ટ્રાયબલ વિસ્તાર ના લોકો હાજાર રહા હતા અને ઉગ્ર રજુવાત કરી હતી..

જીલ્લા આદિજાતી મોર્ચા ના મહામંત્રી નીલેશ બુંબડિયા
આ જે 8 જેટલા ટ્રાયબલ રૂટો ની બસો ને બંધ કરી છે જેના લીધે વિદ્યાર્થીઓ અને મજૂર વર્ગ ના લોકો ને ભારે હાલકી નો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા 26 તારીખ થી 9 થી 12 ધોરણ ની શાળાઓ શરૂ કરી છે જેને લઇ ટ્રાયબલ વિસ્તાર ના વિદ્યાર્થીઓ ને આ બસો બંધ થતાં મુશ્કેલી પડી રહી છે એટલુજ નહિ આ ટ્રાયબલ વિસ્તાર ના મજુરો ને પણ નાઈટ માં ચાલતા જવું પડે છે અને જો આવા સમય રાત્રી કોઈ ઘટના પણ ઘટી શકે છે જેને લઈ અમે ડેપો મેનેજર શ્રી ને લેટર પેડ પર રજુવાત કરી છે અને જો આ બસો ફરી શરૂ નહિ કારાય તો હડાદ, દાંતા,અને અમીરગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન સમાજ દ્વારા કારાશે અને તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓ ની રહેશે..

અંબાજી એસ.ટી ડેપો મેનેજર જોડે આમરા પ્રતિનિધિ રિતિક સરગરા દ્વારા ટેલીફોનીક વાત કરતા
શક્તિપીઠ અંબાજી ખાતે આવેલ એસ.ટી ડેપો મેનેજર કલ્પેશ પટેલ સાથે આ મુદ્દે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ જે 8 જેટલા રૂટો ની બસો બંધ છે તે ટુંક સમય માં આમારા દ્વારા ફરી શરુ કરવા માં આવશે આજે જે ટ્રાયબલ વિસ્તાર ના લોકો દ્વારા રજુવાત કરાઇ છે જેનું ટુંક સમયમાં નિરાકરણ આવશે..

એસ.ટી ડેપો ખાતે રજૂઆત કરવા વિવિધ આગેવાનો રહ્યા હાજર
નિલેશભાઈ બુબડીયા,(મહામંત્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચા) પ્રભુભાઇ દેસાઇ,(ભાજપ કાર્યકર) રામજીભાઈ કોદરવી ,(પ્રમુખ દાતા તાલુકા સરપંચ એસોસિયેશન) કાંતિભાઈ બુંબડીયા,( તાલુકા સદસ્ય) સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ રૂટની બસો ફરી શરૂ કરવા ડેપો મેનેજર કલ્પેશ પટેલ ને રજુવાત કરી હતી.

આ ટ્રાયબલ વિસ્તારની બસો શરૂ કરવા માંગ
(1) અંબાજી- પાલનપુર, નવાણિયા, સોલસંડા નાઈટ
(2)અંબાજી – દાંતા , ઘંટોડી, લોટોલ, માણેકનાથ નાઈટ
(3) અંબાજી – દાતા ,ખેરમાળ નાઈટ
(4) અંબાજી-ખેડબ્રહ્મા અંબાઈ ગઢા નાઈટ
(5) અંબાજી – દાંતા, ધનપુરા નાઈટ
(6)અંબાજી-પોશીના ,અંબાજી,મીની બસ, (ડે આઉટ )
(7) અંબાજી -અમીરગઢ (ડે આઉટ )
(8) અંબાજી-દાંતા, બેડા,સતલાસણા,(ડે આઉટ )

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *