અમિત પટેલ.અંબાજી
ગુજરાતનુ મોખરાનુ પવિત્ર યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અરાવલી પર્વતમાળાની ગિરિમાળાઓ વચ્ચે અંબાજી ધામ વસેલું છે અને આ ધામ નજીક પહાડો પરથી સરસ્વતી નદી નીકળે છે ત્યારે આજે ઉતરાયણ ના પવિત્ર દિવસે માન સરોવર ધુણી થોડા દિવસ અગાઉ ખુલતા આ પ્રસંગે આજે વિવિધ સંતો આવ્યા હતા જેમાં નાગા સાધુઓ પણ મોટી સંખ્યામાં જોડાયાં હતા.
અંબાજી માન સરોવર ખાતે મોટી સંખ્યામા નાગા સાધુઓ આવ્યાં હતા અને નૃત્ય કર્યું હતું. અંબાજી ના ઇતિહાસ મા પ્રથમ વખત નાગા સાધુઓ ઉતરાયણ ના પવિત્ર દિવસે ભેગા થયા હતા અને તેઓ કોટેશ્વર ખાતે શાહી સ્નાન કરવા નીકળ્યા હતા. ડીકે સર્કલ થી પાલખી યાત્રા પણ જોડાશે. આમ હવે દર વર્ષે કોટેશ્વર મહાદેવ ખાતે શાહી સ્નાન શરૂ થશે