શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.2 એપ્રિલ થી અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે 2 એપ્રિલ ના રોજ અંબાજી મંદિર ખાતે માતાજીના વાઘ પાસે ઘટ સ્થાપના કરવામાં આવી હતી અને રોજ સવારે બીજાં નોરતા થી આઠમ સુધી મંગળા આરતી કરવામાં આવતી હતી ત્યારે આજે નવરાત્રી આઠમ હોઇ બપોરે 12 કલાકે અંબાજી મંદિર ખાતે જવેરા વિધિ યોજાઈ હતી.
આજે બપોરે અંબાજી મંદિર ખાતે 12 વાગે માતાજીને રાજભોગ થાળ ધરાવ્યા બાદ ભટ્ટજી મહારાજ ની ઉપસ્થિતિ મા માતાજીના વાઘ પાસે જવેરા વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યોજાઇ હતી જેમાં અંબાજી મંદિર ના ગાદીના મહારાજ અને અન્ય મહારાજ જોડાયા હતા.જવેરા માતાજીને અર્પણ કરવામાં આવ્યા બાદ આઠમના હવન મા આહુતિ આપવામાં આવી હતી. નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા.8 થી 10 એપ્રિલ સુધી ગબ્બર 51 શક્તિપીઠ નો કાર્યક્રમ મહોત્સવ ગબ્બર ખાતે ચાલી રહ્યો છે અને ભક્તો પણ દર્શન કરવા આવી રહ્યા છે.
અંબાજી પ્રહલાદ પૂજારી