Breaking NewsLatest

અમદાવાદની લેખિકાની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ રાષ્ટ્રીય સ્તરની જાણીતી લેખિકા અને થેરાપિસ્ટ એવા હેમીષા શાહએ સંકલનકર્તા ( કમ્પાઇલર ) તરીકે બ્રાવો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું

અમદાવાદની લેખિકાની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ
રાષ્ટ્રીય સ્તરની જાણીતી લેખિકા અને થેરાપિસ્ટ એવા હેમીષા શાહએ સંકલનકર્તા ( કમ્પાઇલર ) તરીકે બ્રાવો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.તેમની આ બુકમાં ૧૨ જાતના શીર્ષક હેઠળ રાધા -કૃષ્ણના ટોપિક પર ૨૫ સાહિત્યકારોનું સંકલન કરી “એક રાધા શ્યામ સી..”નામનો સાહિત્યસંગ્રહ પ્રસ્તુત કર્યો છે. તેઓ આમાટે તેમના ૨૫ સાહિત્યકારો,ઈશાની અગ્રવાલ અને “ફ્લેરસ એન્ડ ગ્લેરસ પબ્લીશર્સ” નો હૃદયપૂર્વક આભાર માને છે.હેમીષા શાહના કહેવા પ્રમાણે આ સાહિત્યસંગ્રહમાં રાધા – કૃષ્ણના વિષય હેઠળ કવિતા,વાર્તા,હાઈકુ,દોહા,ગીત, શાયરી, મુક્તપંચિકા, માઈક્રોફિકશન, લેખ,૪-લાઇન કવિતા અને ગઝલનો સમાવેશ કરી એક અલગ જ સંગ્રહ પ્રકાશિત થયો છે અને રેકોર્ડક્ષેત્રે સ્થાન મળ્યું છે, જેનો તેમને ગર્વ છે અને તેને ભગવાનના આશીર્વાદ માને છે. “આ સંગ્રહ વાંચવા જેવો ને વસાવવા જેવો છે. રાધાનો વિરહ અને કૃષ્ણપ્રેમ એ આ સાહિત્યની વિશેષતા છે જે લેખકો એ ખુબજ સહજ વર્ણન કર્યું છે”
આ પહેલા સાહિત્યક્ષેત્રે તેઓ હાઈકુમાં “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ”માં પણ
પોતાનું નામ નોંધાવી ચુક્યા છે. આવા થેરાપીસ્ટને સાહિત્યક્ષેત્રે ખુબ આગળ વધે આવી શુભકામનાથી બિરદાવીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *