જામનગર: થોડા સમય અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં આઠ દર્દીઓના મોતની કરૂણાંતિકાની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં વધુ એક ઘટના જામનગરની જી.જી.હોસ્પિટલમાં બની છે. હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી અને દર્દીઓને તાબડતોબ બહાર કાઢવા માટે દોડધામ થઇ હતી. જો કે સદ્ નસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નહતી. ફાયર વિભાગના કર્મીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા એક મોટી દુર્ઘટના બનતા અટકી છે. ઘટનાની જાણ થતાં જ ચીફ ફાયર ઓફિસર કે કે બિશનોઈ તાત્કાલિક ટિમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગનો તાગ મેળવી તેઓએ પોતે 5 દર્દીઓ ને બહાર કાઢી ફાયર કર્મીઓની મદદથી અન્યત્ર શિફ્ટ કરી દીધા હતા. બીશ્નોઈ એ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ હું પોતે અહીં ICU માં દાખલ હતો જેના અનુભવના આધારે મેં દર્દીઓને બહાર કાઢ્યા.આમ 9 દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ફાયર ફાઈટરની 5 ગાડીઓની મદદથી આગ પર પૂર્ણ કાબુ મેળવાયો હતો.

















