કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લામાં તહેવારો દરમિયાન યેનકેન પ્રકારે વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમીયા અજમાવી અંતરિયાળ રસ્તે વિદેશી દારૂની ખેપ મારતા હોય છે. પરંતુ ભિલોડા પોલીસે સતર્કતા દાખવી ખેપિયાઓના મનસુબા પર પાણી ફેરવી 192 બિયરના ટીન સહિત ચાર આરોપીઓને દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ભિલોડાના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ જી વસાવા અને સ્ટાફ હોળીનો તહેવાર હોઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મહેરૂ ગામની સીમમાં ભેટાલી ચાર રસ્તા પાસે એક શંકાસ્પદ ઈકો ગાડી આવતાં તેને ઉભી રાખી તપાસ કરતા ગાડીમાં પાછળના ભાગે કિંગ ફિશર બિયરની પેટી નંગ. ૮ ટીન નંગ. ૧૯૨. મોબાઈલ નંગ ૩.ઈકો કાર મળી કુલ રૂપિયા ૧,૭૭,૪૮૦/-ના પ્રોહીબીશન મુદ્દામાલ સાથે આરોપીઓ (૧) વનરાજ હડુલા રહે જેતપુર તા. ભિલોડા (૨) પંકજ પાંડોર રહે. ઝાંઝરી જી. ઉદેપુર(રાજસ્થાન) (૩)વસંત મોરી તા. ભિલોડા (૪) વિનોદ પટીયા. દારૂ વેચનારા એમ ચાર ચાર આરોપીઓને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી મદદગારીમાં સામેલ બે અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી છે.