કપિલ પટેલ દ્વાર અરવલ્લી અરવલ્લી જીલ્લાના બાયડ અને માલપુર તાલુકાના પ્રાથમિક શાળાના 550 બાળકોને વડોદરાના સિદ્ધપરા પરિવાર તરફથી સ્પોર્ટસ ડ્રેસ, સ્કુલ બેગ અને સ્પોર્ટસ બુટનું વિતરણ કરવામાં આવતાં ગ્રામિણ વિસ્તારમાં વિદ્યાર્થીઓને મદદ કરવાની આ પરિવારની સખાવતી ભાવનાને ગ્રામજનોએ બિરદાવી હતી. વડોદરાની મકરપુરા સ્થિત પ્રતિષ્ઠિત કંપની મેકસ્ટીલ વાયર હેલ્ડ્સ પ્રા લિ. ના માલિકો રમેશભાઈ સિદ્ધપરા અને અર્પિતભાઈ સિદ્ધપરા પરિવાર તરફથી અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબાગામ,રૂપારેલ અને માલપુર તાલુકામાં ઉભરાણ પ્રાથમિક શાળામાં 550 વિદ્યાર્થીઓને અંદાજે એક કીટની કિંમત 700 થી 800 રૂપિયાની જેમાં સ્પોર્ટસ ડ્રેસ, સ્કુલ બેગ અને સ્પોર્ટસ શુઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાયડ તાલુકાના આંબાગામ પ્રાથમિક શાળાના 250 વિધ્યાર્થીઓ, રૂપારેલ પ્રાથમિક શાળાના 150 વિધ્યાર્થીઓ અને માલપુર તાલુકાની ઉભરાણ પ્રાથમિક શાળાના 150 વિધ્યાર્થીઓને આ કિટનો લાભ મળ્યો હતો. વડોદરાના આ સિદ્ધપરા પરિવારની સખાવતને શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ બિરદાવી હતી.
અરવલ્લીઃ વડોદરાના પરિવારે બાયડના આંબાગામ, રૂપારેલ અને માલપુરના ઉભરાણ પ્રાથમિક શાળામાં સ્પોર્ટસ ડ્રેસ,સ્કુલ બેગ, સ્પોર્ટ બુટનું 550 બાળકોને વિતરણ કર્યું…
Related Posts
ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી
ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું
પત્રકારોના હિત, સુરક્ષા અને એકતા માટે મજબૂત સંકલ્પ; પત્રકારોને 10 લાખના વીમા કવચ…
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) શૌર્ય, એક ઓફશોર…
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
ચકલી બચાવો અભિયાન હેઠળ સતત ૧૧ માં વર્ષે ધારાસભ્ય,ભાજપ અધ્યક્ષા, મહામંત્રી,…
અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અંબાજી ખાતે શ્રી જીણમાતાનો…
















