મોડાસ સરકારી ઈજનેર કોલેજ ખાતે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે લાભાર્થીઓને સાધન-સહાયનું વિતરણ કરાશે.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો માટે મહત્વાકાંક્ષી એવા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લાભાર્થીઓને હાથો હાથ સહાય અપાય તેનું સુદ્રઢ આયોજન કર્યું હતું.જે શ્રેણી રાજ્ય સરકારે યથાવત રાખતા સમગ્ર ગુજરાતમાં ત્રિ-દિવસીય ગરીબ કલ્યાણ મેળો યોજાનારા છે.જે અંતર્ગત અરવલ્લી જિલ્લા ખાતે પણ ગરીબ કલ્યાણ મેળો યોજાશે.
આજે તા-૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨,ગુરૂવારના સવારે ૯:૦૦ કલાકે મોડાસાની સરકારી ઈજનેર કોલેજ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી ગરીબ લાભાર્થીઓને સહાય વિતરણ કરશે. માનવ ગરીમા યોજના,માનવ કલ્યાણ યોજના,વિભિન્ન આવાસ સહાય યોજના,બેંકેબલ સ્વરોજગારી યોજનાઓ,સમાજ સુરક્ષા યોજનાઓ,માતૃ અને બાળ કલ્યાણ યોજનાઓ,શિષ્યવૃત્તિ અને ઉચ્ચ અભ્યાસની યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરશે.
જેમાં સાંસદ,ધારાસભ્યો જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ તથા નગરપાલિકાના પ્રમુખ તેમજ લાભાર્થીઓ અને જિલ્લાવાસીઓ ઉપસ્થિતિ રહશે.