કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભુતકાળમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ,મોડાસા શહેર (અરવલ્લી), તેમજ બેંગ્લોર, મુંબઈ અને દિલ્હી શહેરમાં આતંકવાદી સંગઠનો દ્વારા શ્રેણીબધ્ધ બોબ્મ વિસ્ફોટો કરવામાં આવે છે. જે તમામ બનાવને જોતાં જાહેર જગ્યા ઉપર બોબ્મ વિસ્ફોટ કરવા માટે ખાસ કરીને સાયકલ તથા ટુ વ્હીલર વાહન ઉપર ટીફીન બોક્ષ અથવા અન્ય સામાનમાં વિસ્ફોટક સામગ્રી રાખી બોબ્મ ધડાકા કરવામાં આવે છે. ભુતકાળમાં આ પ્રકારનો ટુ વ્હીલર વાહન ઉપર બોમ્બ બ્લાસ્ટનો બનાવ અત્રેના જિલ્લાના મોડાસા ખાતે પણ બનવા પામેલ હતો. આવા બોબ્મ વિસ્ફોટો જ્યાં લોકોની વધુ અવર જવર હોય અને ભેગા થતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાયે કરવામાં આવે છે આ સ્થિતિને નિવારી શકાય અથવા તો અંકુશ મુકી શકાય તે સારૂ અરવલ્લી જિલ્લાની જનતાએ સુરક્ષાની દ્રષ્ટિએ આવી જાહેર જગ્યાઓ ઉપર ટીફીન બોક્ષ અગર અન્ય કોઈ સામાન સાથે તથા સાયકલ તથા ટુ વ્હીલર વાહન કોઈ પણ વ્યક્તિની દેખરેખ સિવાય જાહેર જગ્યાએ મુકવું હિતાવહ નથી જેથી આવા આતંકવાદીઓના હિંસાત્મક કૃત્યોને રોકવા માટે જાહેર વ્યવસ્થા, શાંતિ સલામતી અને હિત જળવાઈ રહે તે માટે એન.ડી.પરમાર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અરવલ્લી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ અરવલ્લી જિલ્લાના હદ વિસ્તાર માટે આથી આ પ્રમાણે અમલીકરણ કરવું ફરજિયાત બને છે અરવલ્લી જિલ્લામાં ટીફીનબોક્ષ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હીલર સાધનો જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર કોઈ વ્યક્તિની દેખરેખ સિવાય (નધણીયાતી રીતે) બિનવારસી મુકવા નહી. આવા ટીફીન બોક્સ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ વ્હીલર વાહનો બિનવારસી હાલતમાં મળી આવશે તો પોલીસ તપાસ અર્થે કબજે લઈ શકશે.
આ હુકમ તા. ૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ના ને કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.