કપિલ પટેલ દ્વારા અરવલ્લી
દરેકના ધરમાં બાળકનો જન્મ થાય તે ધરના જેટલા પણ સભ્યો હોય તેમને ખુબજ આનંદ થાય છે. પણ બાળકના માતા-પિતાની જવાબદારી વધી જાય છે અને તે ચિતા કરતા હોય છે જેમાં સૌથી મોટી સમસ્યા એ આર્થિક સમસ્યા છે. તેથી બાળકના માતા-પિતા પોતાના સંતાન માટે પૈસાની બચત કરે છે અને જયારે બાળક મોટું થાય ત્યારે એ બચત તેમના બાળકને અભ્યાસ કરવા અને લગ્ન કરવા માટે કામ આવે છે રાજ્ય સરકાર દ્વારા જેના ધરે બાળકીનો જન્મ થાય તો સહાય આપવામાં આવે છે જેને વ્હાલી દીકરી યોજના કહેવામાં આવે છે.
આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને સરકાર દ્વારા એક લાખ દસ હજાર રૂપિયાની મદદ કરવામાં આવે છે.જેમાં ત્રણ ભાગમાં સહાય ચુકવામાં આવે છે. પ્રથમ હપ્તો: જયારે દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે ૪૦૦૦ રૂપિયાની સહાય,બીજો હપ્તો: જયારે દીકરી નવમાં ધોરણમાં આવે ત્યારે ૬૦૦૦ રૂપિયા અને છેલ્લો હપ્તો જયારે દીકરીની ઉમર ૧૮ વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે ૧ લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે.
આ યોજનામાં જિલ્લામાં મહિલા સશક્તિકરણ,દીકરીઓના જન્મનું પ્રમાણ વધારવા,દીકરીઓ વધુમાં વધુ પ્રમાણમાં સારું શિક્ષણ મેળવી શકે અને પોતાના પગ ઉપર થાય અને બાળ લગ્ન અટકાવાનો મૂળ હેતુ છે.
આ યોજનાનો લાભ બાળકીના જન્મના એક વર્ષના સમયગાળા દરમ્યાન ફ્રોમ ભરવાનું રહશે આ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીનીની આવક રૂ. ૨ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ યોજનાનો લાભ લેવા માટે વ્હાલી દીકરી યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્રો-સી.ડી.પી.ઓ.કચેરી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીએથી વિના મુલ્યે મળી રહેશે તથા જરૂરી પુરાવાઓ સાથે ભરેલ અરજીપત્રક જે તે આંગણવાડી-જે તે સેજાની મુખ્ય સેવિકાને આપવાનું રહશે.
આ યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી અરવલ્લી દ્વારા જિલ્લામાં વહાલી દીકરી યોજના અંતર્ગત ૧૧૬૦ લાભાર્થીઓને ૧૨.૭૬ કરોડની સહાય મંજુર કરવામાં આવી છે.વધુમાં બીજી-ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધારે હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહશે એમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અરવલ્લી દ્વારા જણાવામાં આવ્યું છે.