Latest

અરવલ્લી જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકશે

સહાયનો લાભ મેળવવા તા.૩૦ એપ્રિલ સુધી I-khedut Portal  ઉપર અરજી કરી શકાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

વર્ષ:૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડુતોને સહાય આપવાના કાર્યક્રમ જેવા કે, શાકભાજી હાઇબ્રીડ બિયારણ, પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ) માં સહાય, ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), પપૈયા, ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર, છુટાફુલ પાકોમાં સહાય, ફળપાકોના વાવેતર, ડ્રેગન ફ્રુટના વાવેતર માટે, કાચા/અર્ધ પાકા/પાકા વેલાવાળા શાકભાજીના મંડપ, ડ્રીપ ઇરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા, પ્લગ નર્સરી, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ગ્રીન હાઉસ, બાગાયતી પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટેરીયલમાં સહાય માટે, સરગવાની ખેતીમાં સહાય માટે તા.૩૦ અપ્રિલ-૨૦૨૨ સુધી I-khedut Portal ખુલ્લુ મુકવામાં આવેલ છે.
જિલ્લાના બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ I-khedut Portal (web site : www.ikhedut.gujarat.gov.in) માં જણાવેલ સમય દરમ્યાન પોતાના ગામના ઇ ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ જરૂરી સાધનીક કાગળો દિન-૭ માં નીચે જણાવેલ કચેરીમાં અચુક જમા કરાવવા આથી જણાવવામાં આવે છે. લાભાર્થીની ઓનલાઇન અરજી, ૭/૧૨ અને ૮-અ ની નકલ મળ્યા બાદ જ અત્રેથી મંજુરી આપવામાં આવશે. આ અરજીઓ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, સી-બ્લોક, સી/એસ/૧૦, મોડાસા, જિ. અરવલ્લી, ફોન નં. ૦૨૭૭૪-૨૫૦૧૯૫, પર રજુ કરવા નાયબ બાગાયત નિયામકશ્રી અરવલ્લીની એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *