બાયડ ના પીપોદરા ગામ નો ધ્રુમિત પટેલ અને ભિલોડા ના નાંદોજ ટાંડા નો ભાવેશ વણજારા ફસાયા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હાલ માં યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિ છે ત્યારે અરવલ્લી ના નાનકડા એવા નંદોજ ટાંડા નો વતની ભાવેશ વણઝારા હાલ યુક્રેન માં ફસાયેલા છે ત્યારે હાલ ની ભયજનક પરિસ્થિતિ માં પોતાના વતન માં પરત આવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યો છે ત્યારે ભાવેશ વણઝારા ના પરિવાર જનો સાથે વાત કરી અને વેદના સાંભળી
અરવલ્લી જિલ્લા ના નાનકડા એવા ભિલોડા તાલુકા ના નંદોજ ગામ નો 20 વર્ષીય ભાવેશ બાબુભાઇ વણઝારા બે વર્ષથી યુક્રેન મેડિકલ માં અભ્યાસ અર્થે રહે છે હાલ રશિયા અને યુક્રેન સાથે યુદ્ધ ની સ્થિતી છે ત્યારે યુક્રેન માં ફસાયેલા ભાવેશ વણઝારા એ પોતાના વ્હાલી ને ફોન કરી ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદ ની માંગ કરી છે ત્યારે મીડિયા સાથે પરિવારના સભ્યો ની વેદના રજુઆત કરી હતી અને ભાવેશ વણઝારા ના ગામ ભિલોડા તાલુકા ના નંદોજ ગામે ભાવેશ ના પિતા બાબુ ભાઈ વણઝારા ખેતી કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે આખા વણઝારા સમાજ માં કોઈ ડોક્ટર ના હતું તો ખૂબ દુઃખ વેઠી ને પોતાના દીકરા ને યુક્રેન મેડિકલ માં અભ્યાસ અર્થે મોકલ્યો છે ત્યારે હાલ ની તણાવ ભરી સ્થિતિ ને કારણે આખો પરિવાર ખૂબ જ દુઃખી છે પોતાનો દીકરો પરત આવે તે માટે સરકાર ને વિનંતી કરી રહ્યો છે ભાવેશ ના દાદા બા અને પિતા એ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી સરકાર પાસે દીકરા ને હેમખેમ પરત લાવવા માટે વિનંતી કરી
બાયડ તાલુકાના પીપોદરા ગામના પટેલ પરિવારના હસમુખભાઈ પટેલના પુત્ર ધ્રુમિત પટેલ પણ ફસાયો છે આમ આ બંને પરિવારના યુવાનો મેડીકલ ની ડીગ્રી મેળવીને ડોકટરી લાઇનમાં એમ બી બીએસ ના અભ્યાસ અર્થે ગયેલા હતા છેલ્લા કેટલાક સમય થી યુદ્ધ થવાના ભણકારા હતા જે સ્થિતિ સારી નહિ હોય એરપોર્ટ બંધ કરી દેતા ગુજરાત સહિત ના ભારતીય યુવાનો ફસાઈ જતા ઇન્ડિયન એમ્બેસેડર અને ભારત સરકાર પાસે ભારત પરત ફરવા માટે મદદ ની માંગણી કરી છે