Latest

અરવલ્લી જિલ્લામાં આંગણવાડીની દીવાલો પર દોરવામાં આવેલા જુદા જુદા પ્રકારના ચિત્રો બાળકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું..

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

મહાત્મા ગાંધી નરેગા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અરવલ્લી જિલ્લામાં આંગણવાડીઓને પહેલાના કરતા વધારે સારી અને બાળકો આંગણવાડી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય તથા બાળકોમાં સારી ટેવ પડે અને તેમનામાં રહેલી કલા બહાર આવે તેમને પ્રાથમિક અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે આંગણવાડીની દીવાલો ઉપર રચનાત્મક ચિત્રો દોરવામાં આવ્યા છે. જેવા કે છોટા-ભીમ,કાલીયા,પક્ષી,ઢીગલી,જંગલી તેમજ પાલુતું પ્રાણીઓ,પક્ષીઓ અને ફળો, વોશબેસીનની ઉપર હેન્ડ વોશના ચિત્રો બનાવામાં આવ્યા છે.


આ આંગણવાડીઓમાં બાળકોને સારા સેનિટેશન,સારી ગુણવતા ધરાવતો ખોરાક,બાળકોને સારું પોષણ મળી રહે તે માટે સ્વચ્છ રસોડું,અનાજ સંગ્રહ કરવાનો સ્ટોર રૂમ,બેસવાની તથા રમવા માટેની સારી સુવિધા જેવા દરેક પાસનું ધ્યાન રાખીને નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.


મનરેગા અંતર્ગત આઈ.સી.ડી.એસ કન્વર્ઝન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સુચના અને શિક્ષણ વિભાગના સહકારથી થીમેટીક ચિત્રો અને કલરકામ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ૧૭૪ આંગણવાડીને મંજૂરી આપવામાં આવી છે. જે માંથી ૫૫ આંગણવાડીનું કામ પૂર્ણ થઈ ગયું છે બાકી રહેલી આંગણવાડીનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેવું એક અખબારી યાદી દ્વારા જાણવા મળ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *