કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અને ભુતકાળમા બનેલ ત્રાસવાદી બનાવોથી જણાયેલ છે કે ત્રાસવાદી, ગુનેગારો, અસામાજીક તત્વો મહત્વના શહેરોમાં આવેલ ઔધોગિક એકમ, ફેક્ટરી, હોટેલ, રેસ્ટોરન્ટ, ગોડાઉન ઓફિસ, ફાર્મહાઉસમાં કામ કરતા મજૂરો, કારીગરો, કર્મચારીઓ તથા ઘર નોકર(ઘર ઘાટી) તરીકે આસરો મેળવતા હોય છે અને આવા ઈસમો શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી, ગુનાહિત તેમજ અસામાજીક પ્રવૃતિને અંજામ આપતા હોય છે. આ સ્થિતીને નિવારી શકાય તેમજ અંકુશમાં મુકી શકાય તે સારૂ ઔધોગિક એકમ,હોટેલ, ફેક્ટરી, રેસ્ટોરન્ટ, ગોડાઉન, ઓફિસ, ફાર્મ હાઉસમાં કામ કરતા મજૂરો, કારીગરો કર્મચારીઓ તથા ઘર નોકર(ઘર ઘાટી)ની તેમના માલિકો/સંચાલકો પોતાની પાસે નીચે આપેલ પત્રક મુજબની વિગતો ફરજીયાત ઉપલબ્ધ રાખે. જેથી આતંકવાદી/ભાગફોડનાં તેમજ અન્ય ગુનાઓ બને ત્યારે આવા ઈસમોની ફોટા સાથેની હકીકતના આધારે તેવા ઈસમોને ઓળખી શકાય અને તેઓ વિરુધ્ધ સફળ કાયદેસરની કાર્યવાહી કરી શકાય તેમજ આવા ઈસમોને આશ્રય લેતા અટકાવી શકાય તે માટે સંબંધિત એકમોના માલિકોએ રાખવાની રહેશે અને પોલીસ અમલદાર જરૂર જણાયે માહિતી માગે ત્યારે આપવી ફરજીયાતા બનશે.
ઔધોગિક એકમ, ફેક્ટરી, હોટેલ, રેસ્ટોરન્ટ, ગોડાઉન ઓફિસ, ફાર્મહાઉસમાં કામ કરતા મજૂરો, કારીગરો, કર્મચારીઓ તથા ઘર નોકર(ઘર ઘાટી) તરીકે કામ કરતા હોય તેઓએ માલિકનું પોતાના માલિકનું નામ, સરનામુ તથા, ફોન અને મોબાઈલ નંબર, ઔધોગિક એકમ, ફેક્ટરી, હોટેલ, રેસ્ટોરન્ટ, ગોડાઉન ઓફિસ, ફાર્મહાઉસ, ઘરનું નામ, સરનામું તથા ફોન અને મોબાઈલ નંબર, હાલમાં કોણ કોણ સાથે રહે છે, રહેઠાણ કંપનીએ ફાળવેલ છે કે ભાડે રહે છે, જો ભાડે રહેતા હોય તો પોલીસને જાણ કરેલ છે?, કર્મચારી/કારીગર/મજૂરનાં વતનનું સરનામું જિલ્લો,ગામ,પોલીસ સ્ટેશન,તથા ફોન અને મોબાઈલ નંબર, કર્મચારી/કારીગર/મજૂરને નોકરી રાખ્યા તારીખ, કર્મચારી/કારીગર/મજૂર અગાઉ જે જગ્યાએ કામ કરતા હોય તે માલિકનું પુરૂ નામ, સરનામું તથા ફોન અને મોબાઈલ નંબર, કર્મચારી/કારીગર/મજૂર કોના રેફરન્સ /પરિચયથી નોકરી રાખેલ છે તેનું પુરૂ નામ, સરનામું તથા ફોન અને મોબાઈલ નંબર, કર્મચારી/કારીગર/મજૂરના બે-ત્રણ સગાસંબધિઓના પુરા નામ, સરનામા વતન સહિતના તથા ફોન અને મોબાઈલ નંબર, નામ સરનામા બાબતે ખાતરી કરેલ છે. જો ખાતરી કરેલ હોય તો કોણે કઈ રીતે કરેલ છે. આ તમામ વિગતો આપવી.
આ જાહેરનામું તા.૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી ૬૦ દિવસ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫(૩) તેમજ ભારતના ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ના ને કલમ-૧૮૮ મુજબ શિક્ષને પાત્ર થશે.