પરીક્ષા દરમિયાન વિધાર્થી- વિધાર્થીનીઓએ મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન / કેલ્ક્યુલેટર કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધ્વારા આયોજિત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સા.પ્ર./વિ.પ્ર.) રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની પરીક્ષા- ૨૦૨૨ યોજાનાર છે પરીક્ષા સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તા.૨૮ માર્ચ થી તા.૧૨ એપ્રિલ સુધી કલાક ,૧૦/૦૦ થી ૧૩/૧૫ કલાક તથા કલાક ૧૫/૦૦ થી ૧૮/૩૦ કલાક સુધી અરવલ્લી જિલ્લાના તાલુકાના વિવિધ કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાશે. આ પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા ઝેરોક્ષ સેન્ટરના સંચાલકો દ્વારા ઝેરોક્ષ મશીનોનો દુરૂપયોગ રોકવાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.ડી.પરમાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવેલ છે.
અરવલ્લી જિલ્લાના તાલુકાના વિવિધ કેન્દ્રો ખાતે આગામી તા.૨૮-૦૩-૨૦૨૨ થી તા.૧૨-૦૪-૨૦૨૨ સુધી કલાક ,૧૦/૦૦ થી ૧૩/૧૫ કલાક તથા કલાક ૧૫/૦૦ થી ૧૮/૩૦ કલાક દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડણ ગાંધીનગર ધ્વારા આયોજિત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ( સા.પ્ર./વિ.પ્ર.) રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની જુલાઇ પરીક્ષા- ૨૦૨૨ યોજાનાર હોઇ પરીક્ષા સમય દરમિયાન તથા પરીક્ષા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા દરમ્યાન મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન / કોર્ડલેસ ફોન/સ્માર્ટ વોચ/ટેબલેટ કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ છે.
તદ્ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં પરીક્ષા સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલ હોય તે સિવાયના ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું અથવા ભેગાથવું નહી, સુત્રો પોકારવા નહી, સરઘસ અથવા રેલી કાઢવી નહીં, પથ્થર કે અન્ય પદાર્થ લઇ જવા નહી. તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીનો ચાલુ રાખવર ઉપર પ્રતિબંધ છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.